- ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા નહિ સર્જાય
- સ્થાનિકોને મુખ્ય ડેમોમાંથી પાણી પૂરું પડાશે
- જરૂરતના સમય પર નર્મદા કેનાલમાંથી પાણીનું વિતરણ કરાશે
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જામનગર શુષ્ક પ્રદેશ તરીકેની છાપ ધરાવતો હોવાથી દર વર્ષે પીવાના પાણીની ચિંતા સતાવતી હોય છે. જિલ્લામાં કુલ 22 ડેમો આવેલા છે. જેમાંથી માત્ર ઐતિહાસિક રણજીત સાગર ડેમ ઉપરાંત ઉંડ 1 અને સસોઈ તથા આજી ડેમ 3 તેમજ નર્મદા કેનાલમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. અને મહાનરપાલિકા દ્વારા શહેરીજનોને નિયત મુજબ 140 MLD જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. સાથે જ જરૂરતના સમય પર નર્મદા કેનાલ વાટે 20 થી 25 MLD પાણીનું વિતરણ કરાશે. જેને લઇ પાણીની સમસ્યા ન સર્જાવા અંગે જણાવ્યું હતું.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળામાં સૌથી મોટી વધુ વપરાતી વસ્તુ એટલે પાણી! અને તેમાં પણ જામનગર તો શુષ્ક પ્રદેશ તરીકેની છાપ ધરાવતો હોવાથી દર વર્ષે પીવાના પાણીની ચિંતા સતાવતી હોય છે. પરંતુ હવે જામનગર પંથકમાં ધીંગી મેઘ મહેર થઇ હોવાથી લોકોએ પાણીની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં આગામી જુલાઈ માસ નીકળી જાય તેટલું પાણી છે.
જામનગર જિલ્લામાં કુલ 22 ડેમો આવેલા છે. જેમાંથી માત્ર જામનગરનો ઐતિહાસિક રણજીત સાગર ડેમ ઉપરાંત ઉંડ 1 અને સસોઈ તથા આજી ડેમ 3 તેમજ નર્મદા કેનાલમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે અને જામનગર મહાનરપાલિકા દ્વારા શહેરીજનોને નિયત મુજબ 140 એમએલડી જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાંથી રણજીત સાગર ડેમમાથી 25 થી 30 એમએલડી જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે ઊંડ 1 ડેમમાથી 25 એમએલડી અને સસોઈ ડેમમાથી 25, તેમજ આજી- 3 ડેમમાથી 40 એમએલડી પાણી વિતરણ કરાઇ છે સાથે જ જરૂરતના સમય પર નર્મદા કેનાલ વાટે 20 થી 25 એમએલડી પાણી વિતરણ થઇ છે.
અધિકારીના જણાવાયા અનુસાર હાજર જથ્થાની વાત કરવામાં આવે તો હાલ રણજીત 870 એમસીએફ્ટી જેટલો પાણીનો જથ્થો હાજર છે. જ્યારે તેની કુલ સંગ્રહ ક્ષમતા 987 એમસીએફ્ટી જેટલી છે. વધુમાં હાલ ઉંડ-1મા 656 એમસીએફ્ટી ક્ષમતા છે. તથા સસોઈ ડેમમાં 909 અને આજી 3 માથી 900 જેટલો જથ્થો હાલ હાજર છે અને જો વિકટ સ્થીરનું નિર્માણ થાય તો ઉનાળામાં નર્મદા માથી પણ મેળવી શકાય તે પ્રકારનું જામનગર મનપા દ્વારા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેના પરિણામે જામનગરમાં પાણી વિતરણ અવિરત અને રાબેતા મુજબ રહેશે. જેમાં કોઈ સમસ્યા નહિ આવે તેવો સબંધિત અધિકારીએ દાવો કર્યો છે.
અહેવાલ: સાગર સંઘાણી