દર વર્ષે અમેરિકા માટે ૧.૪૦ લાખ લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેથી એક જ દેશના ૯૮૦૦થી વધુ લોકો અમેરિકામાં રહી શકતા નથી
અમેરિકામાં જઈને વેપાર અથવા નોકરી ઈચ્છતા લોકો માટે એચ-૧-બી વિઝાની મુશ્કેલીઓને કારણે કેટલીક તકલીફ પડતી હોય છે. વિઝા પોલીસીના આકરા નિયમોને લઈ કેટલાક વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓનું અમેરિકા જવાનું સ્વપ્ન માત્ર દિવા સ્વપ્ન રહી જતું હોય છે ત્યારે યુએસએ અમેરિકન નાગરિકત્વ માટે ગ્રીન કાર્ડ ધારકોની મુશ્કેલીઓ હળવી કરી છે.
હાઈસ્કીલ્ડ ઈમીગ્રેન્સ એકટ ૨૦૧૯થી કુશળતા ધરાવતા ટેકનોકાર્ટ માટે ગ્રીન કાર્ડ મેળવવું શકય બનશે. કોંગ્રેસના સહકારથી આ બીલને મંજૂરી આપવામાં આવી છે. આ બીલ વર્તમાન સમયમાં ૭ ટકા રોજગાર આધારિત રહેવાસી માટે દેશની સીમાને આપવામાં આવશે. કારણ કે, વર્તમાન સરકાર રોજગાર આધારીત ગ્રીન કાર્ડને વાર્ષિક ધોરણે ૧.૪૦ લાખ લોકોને મંજૂરી આપે છે. માટે દેશમાં ૯૮૦૦થી વધુ લોકો સ્થાયી અમેરિકન રહેવાસી નથી. ગ્રીન કાર્ડ તો ઠીક વિઝા મળવામાં પણ લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
અમેરિકામાં શ્રીલંકા, ઈથીપોનીયા, ઈરાન જેવા દેશોના લોકો ખુબજ ઓછા પ્રમાણમાં છે. જો કે આ બીલ હાઈસ્કીલ લોકોને ચાન્સ આપે છે. માટે એચ-૧-બી અને એલ વીઝા પર સૌથી વધુ કુશળતા ધરાવતા શ્રમિકો અને ટેકનીશીયનોને અમેરિકામાં નાગરિકત્વ મેળવવાની તક મળશે. જેથી ભારત અને ચીનના લોકોની મુશ્કેલીઓ ઓછી થશે. આ બીલને માઈક્રોસોફટ અને આઈબીએમ જેવી અમેરિકન ટેકનીકલ કંપનીઓએ સમર્થન આપ્યું છે. જેથી ભારતીય ટેકનીશીયનોની નિયુક્તિ સરળ બનશે. ખાસ તો અમેરિકાની યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવનાર લોકોને પ્રથમ પ્રાધાન્યતા સાથે વિઝા આપવાનો ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો.