મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, 12 જાન્યુઆરી, 2023 ગુરુવારના રોજ ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી સાંજે 7 કલાક અને 25 મિનિટે ઉપડશે અને 03.15 કલાકે રાત્રે બીજા દિવસે અમદાવાદ પહોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09140 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 04:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.
બાંદ્રા અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેનની ટીકીટનું બુકિંગ 11 જાન્યુઆરીથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પરથી કરી શકાશે.ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.