ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે. 9 દિવસ ચાલતા આ તહેવારને લઈ ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીને લઈ તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને ગરબા પ્રેમીઓ, ખેલૈયામાં અનોખો જોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલૈયાના ઉત્સાહમાં વધારો કરી દેવા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપતા સમાચાર આપ્યા છે.
નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સોનામાં સુગંધ ભળે તેવા સમાચાર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ આખી રાત ગરબા રમી શકશે. હર્ષ સંઘવીએ તાજેતરમાં જણાવ્યું છે કે ખેલૈયાઓ હવે સવારે 5 વાગ્યા સુધી ગરબે રમી શકશે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ખેલૈયાઓ હવે સવારના 5 વાગ્યા સુધી ગરબે રમી શકશે. આ સમાચારને લઈ ખેલૈયાઓમાં ખુશીની માહોલ પ્રસરી ગયો છે.