- ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલનો ST કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય
- ST વિભાગનાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો
- હવેથી 50 ટકા મુજબ ભથ્થું ચૂકવાશે
ગુજરાતમાં ST નિગમના કર્મચારીઓને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના STના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાની વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. જેથી હવે ST નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેને લઈને આગામી સમયમાં સરકાર દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરાશે.
ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 46 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 4 ટકાનો વધારો કરવાથી ST નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
રાજ્યમાં ST નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને સરકારે નિર્ણય કર્યો છે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ST નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ ST નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.’
ST નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી
આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં ST નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે.