રાજકોટ: સૌરાષ્ટ્રના લોકો માટે સ્વસ્થ્ય અને સારવારની બાબતે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને AIIMS હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે તેનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી 15 દિવસમાં ફેકલ્ટી-સ્ટાફની ભરતીનું આયોજન કરવામાં આવશે.
હાલ AIIMSની 5 બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. 2023 સુધીમાં રાજકોટ AIIMS સંપૂર્ણ બનીને તૈયાર થઈ જશે. AIIMSના નિર્માણ કાર્યમાં 500 જેટલા મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું થતા મજૂરોની સંખ્યા વધારવામાં આવશે. અંદાજિત ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂરું કરી દેવામાં આવશે, અને ડિસેમ્બર સુધીમાં OPD શરૂ કરવામાં આવશે.
હાલ પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.ત્યારે હવે પ્રથમ બેચ, સેકન્ડ બેચમાં જશે. માટે આગામી સમયમાં AIIMSની બીજી બેચ માટેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.