એસટીમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એસટી તંત્ર હવે સુવિધાજનક ફેરફારો કરી રહ્યું છે ઓનલાઇન બુકિંગમાં તંત્રએ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કર્યા બાદ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે એસટી સુવિધા પ્રવાસીઓ માટે લાવી છે
જેમાં એક ફોન કોલ કરીને પ્રવાસી સિટ બુક કરાવી શકશે તેના માટે મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પ્રવાસ સ્થળ માટે સીટ બુક કરાવશે. કી નમ્બર મળ્યા બાદ 5 કલાક પહેલા મુસાફરે ટિકિટ લઈ લેવી પડશે ફોન બુકીંગ કર્યા બાદ રિઝર્વ સીટ નહીં મેળવનાર ટિકિટ કેન્સલ કરાવનાર પ્રવાસીને 100 % રિફંડ મળશે.
ફોન બુકીંગનો લાભ લેવા ઇચ્છતા મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પોતાને જે સ્થળનો પ્રવાસ કરવાનો છે તે સ્થળ માટે સીટ બુક કરાવવાની રહેશે. સીટ બુક કરાવ્યા બાદ મુસાફરના મોબાઈલ પર તંત્ર દ્વારા સાત આંકડાનો કી નમ્બર સેન્ડ કરવામાં આવશે. જે કી નમ્બર લઈ મુસાફરે પોતાની નજીકના કાઉન્ટર પર ટિકિટની રકમ ચૂકવી પ્રિન્ટ લેવાની રહેશે. એસટી વિભાગ દ્વારા ફોન બુકીંગની સુવિધા આપવા તમામ બસમાં 5 સીટ અનામત રાખવામાં આવી છે.
બસ ઉપડવાના નિર્ધારિત સમયના 5 કલાક પહેલા મુસાફરે પ્રિન્ટ લઈ લેવાની રહેશે. જો 5 કલાક પહેલા મુસાફર ટિકિટ ન મેળવે તો સીટ સામાન્ય રિઝર્વેશન માટે ખુલી જશે.લિંક સર્વિસથી જો મુસાફરને પોતાના સ્થળથી સીધી બસ ઉપલબ્ધ ન હોય તો નજીકના સ્થળથી પહોંચવાના સ્થળનું એડવાન્સ બુકીંગ થઇ શકશે. ફોન બુકીંગ કર્યા બાદ ટિકિટ કેન્સલ કરાવનારને 100 % રિફંડ મળશે.