- અમદાવાદમાં COLDPLAYનો અત્યાર સુધીનો સૌથી મોટો શૉ યોજાશે
- બ્રિટીશ રોક બેન્ડે અમદાવાદમાં તેના ચોથા શૉની કરી જાહેરાત
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે કોલ્ડપ્લેનો શૉ
- કોલ્ડપ્લે શૉની ટિકિટો 16 નવેમ્બરે રાત્રે 12 વાગ્યાથી થશે ઉપલબ્ધ
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ તેના મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે અમદાવાદ, ગુજરાતમાં તેના ચોથા કોન્સર્ટની તારીખ જાહેર કરી છે. તેમજ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસવાદક ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે, જેઓ 25 જાન્યુઆરી, 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. શો માટેની ટિકિટો 16 નવેમ્બર, 2024ના રોજ “BookMyShow” પર લાઇવ થશે.
Coldplay adds a FOURTH SHOW in India 🪐
Music Of The Spheres World Tour is coming to Ahmedabad at Narendra Modi Stadium on the 25th of JANUARY! 💚❤Tickets on sale 16th November at 12 PM IST. More updates coming your way! pic.twitter.com/NveEZbwelF
— BookMyShow.Live (@Bookmyshow_live) November 13, 2024
25 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો શો યોજાશે. ટિકિટનું વેચાણ 16 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. DHL દ્વારા વિતરિત કરવામાં આવશે.
સપ્ટેમ્બરમાં, કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. જ્યારે મુંબઈમાં ત્રણેય શોની ટિકિટો વેચાઈ ગઈ. બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીના રોજ નવી મુંબઈ, મહારાષ્ટ્રના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનું છે.
ટિકિટ માટે લોકોની પડાપડી
કોલ્ડપ્લે બેન્ડના શૉની શરૂઆતમાં ટિકિટની કિંમત રૂ. 2,500થી રૂ. 12,500ની વચ્ચે રહેશે. જેમાં – અપર સ્ટેન્ડની ટિકિટ રૂ. 2,500 થી લઈને રૂ. 6,500
- લોઅર સ્ટેન્ડની ટિકિટ રૂ. 3,000 થી લઈને રૂ. 9,500
- સ્ટેન્ડિંગ ફ્લોરની ટિકિટ રૂ. 6,450
- સાઉથ પ્રીમિયમની ટિકિટ રૂ.12,500 રહેશે.
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
ક્રિસ માર્ટિન અને જોની બક્લેન્ડ દ્વારા 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. ત્યારપછી, ક્રિસ અને જોનીએ સાથે પરફોર્મ કરવાનું શરૂ કર્યું, તે સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારબાદ બેરીમેનની મુલાકાત આ બંને સાથે થઈ અને તે પણ આ બંને સાથે જોડાયો અને બેન્ડનું નામ ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ ત્યારબાદમાં બેન્ડનું નામ બદલીને ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું.
બેન્ડની શરૂઆતના 4 વર્ષ પછી, તેણે વર્ષ 2000 માં ‘પેરાશુટ્સ’ નામનો તેનો પહેલું આલ્બમ રીલિઝ કર્યું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં કોલ્ડપ્લેનું પહેલું પરફોર્મન્સ વર્ષ 2016માં થયું હતું.
કોલ્ડપ્લેનું ભારત સાથે વિશેષ કનેક્શન
વર્ષ 2016માં રોક બેન્ડ કોલ્ડપ્લે દ્વારા ‘હિમ ફોર ધ વીકએન્ડ’ વીડિયો રીલિઝ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સોનમ કપૂર થોડી સેકન્ડ માટે જ દેખાઈ હતી. પરંતુ તેની હાજરીને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. કોલ્ડપ્લેના આ વીડિયોમાં ભારતની વિવિધતાના રંગો જોઈ શકાય છે. જેમાં ભારતીય જીવનશૈલી, ઐતિહાસિક ઈમારતો, હોળીનો તહેવાર જેવી બાબતો બતાવવામાં આવી છે.