ગત વર્ષે મોબાઈલ વેચાણમાં 16 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો !!!
ટેકનોલોજી દિન પ્રતિદિન જે રીતે વિકસિત થઈ રહી છે તેને ધ્યાને લઇ લોકો પણ અતિ આધુનિક અને નવીનતમ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદી કરવા માટે તત્પર બન્યા છે હાલ મોબાઈલ ફોનમાં પણ ઘણા ખરા નવા વેરીએન્ટ જોવા મળે છે અને આજના યુવાધન આ મોબાઈલ ફોન ખરીદવા માટે તલ પાપડ બનતા હોય છે પરંતુ આંકડાકીય માહિતી જો લેવામાં આવે તો ગત વર્ષે મોબાઈલ ફોનના વેચાણમાં 16 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને હાલ જૂન મહિના ના પ્રથમ ક્વાર્ટરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પાસે ખૂબ મોટો સ્ટોક પડેલો છે ત્યારે આ સ્ટોક ને ખાલી કરવા હવે હેવી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે એટલે કે મોબાઈલ ખરીદનારાઓ માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે.
ઝીઓમી, વિવો, એપલ, વનપ્લસ, રિયલમી મોબાઈલ કંપની દ્વારા તેના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે સ્ટોક ક્લિયર કરવા માટે આ તમામ કંપનીઓ હવે મસ્ત મોટા ડિસ્કાઉન્ટ પણ આપશે. જો જુના પડેલા એટલે કે સ્ટોકમાં પડેલા મોબાઈલ ફોનનું ઝડપથી ડિસ્કાઉન્ટ આપી વેચાણ કરવામાં આવશે ત્યારબાદ જ કંપનીઓ એટલે કે વિક્ર્તાઓ નવા મોબાઈલ ફોન ના મોડલ રાખી શકશે અને તેને ખરીદવા માટે હાલ ગ્રાહકોમાં લાંબી કટારો પણ જોવા મળી રહી છે.
બ્રાન્ડનું માનવું છે કે હવે એવી ડિસ્કાઉન્ટ આપ્યા બાદ જ આ તમામ પડેલા સ્ટોક ક્લિયર થઈ જશે. ચાલુ વર્ષમાં પણ મોબાઈલ ની માંગમાં 10% જેટલો ઘટાડો નોંધાશે કારણ કે ઓનલાઇન શોપિંગ કરનારાઓની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે . લો જ નહીં મિત્રતાઓનું માનવું છે કે હાલ જે મસ્ત મોટા મોબાઈલ ફોન પડેલા છે સ્ટોકમાં તેને ક્લિયર કરવા માટે આ બિગ ડિસ્કાઉન્ટ ની સ્કીમ ઉપયોગી સાબિત થશે.