આપણા દેશમાં કેરીને તો ફળનો રાજા કહેવામાં આવે છે, તો વિચારોકે રાજાની પધરામણી થવાની હોય ત્યારે કેટલો ખુશીનો માહોલ હોય. અત્યારે દેશભરમાં કેરીના ચાહકોમાં આવોજ કઈ ખુશીનો માહોલ છે. હાલમાં દેશમાં કેરીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. કરીની અલગ અલગ જાતો છે, જેમ કે કેસર, હાફૂસ, નીલમ, પાયરી, લંગડો, સુંદરી, તોતાપુરી, બારમાસી, લીમડી, અને બીજી અન્ય જાતો. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કારણે કેરીના વેપાર અને પરિવહનમાં થોડી અડચણો ઉભી થઈ છે. આ બધી અડચણોને નાથવા અને કેરીનો લાભ લોકો ઉઠાવી શકે એ માટે, એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ANIના રિપોર્ટ મુજબ, “આ સીઝનની પેહલી ‘કેરી સ્પેશ્યલ ટ્રેન’ બુધવારે આંધ્ર પ્રદેશના વિજયનગરમ થી શરૂ થઈ 1800 કિમીથી વધુનું અંતર કાપી શુક્રવારે દિલ્હીના આદર્શ નગર રેલવે સ્ટેશન પર પોહચી હતી. આ ટ્રેન 11,600 બોક્સની અંદર અંદાજિત 200 ટન કેરીઓ વિજયનગરમ થી દિલ્હી લઈ જાતી હતી.

 


આ ટ્રેનની સુવિધા વાલ્ટેયર ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદેશ્ય કેરીના વેપારીઓ દ્વારા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકો સુધી પૂરતાપ્રમાણમાં કેરીઓ પુરી પાડવાનો છે. રોગચાળોની સ્થિતિ હોવા છતાં, વાલ્ટેયર ડિવિઝન જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેન ચાલુ રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.