નર્સિંગના ફાઇનલ સિવાયના વર્ષના અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
અનાથ થયેલા બાળકોની દત્તક લેવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકો!!
અબતક, રાજકોટ : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમસંસ્થાઓ- આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ યરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ યર સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.