તહેવારો નજીક આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવ્યો છે. રાજકોટમાં સીંગતેલ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે પામતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
હાલ મળતા અહેવાલ મુજબ સિંગતેલમાં રૂપિયા 10નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે પામતેલમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. હાલ માર્કેટમાં સીંગતેલના ડબે ભાવ 1810થી 1820 થયા છે, જ્યારે પામતેલનો ભાવ 970થી 980 થયા છે.
નવી સિઝનનો કપાસની પણ ખેડૂતોએ વાવણી કરી છે, ત્યારે કપાસ અને મગફળીની આવકના પગલે સીંગતેલ અને કપાસીયા તેલમાં છેલ્લા 2 દિવસમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે.