સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે 4 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં પડતર દિવસની પણ રજા આપવામા આવી છે.
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જેમાં સરકાર દ્વારા કર્મચારીઓ માટે દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસ પર પણ રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ અને ભાઈબીજની રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કર્મચારીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ કેલેન્ડર 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારના દિવાળીની, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષ દિનની તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. તેમજ આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.
આ દરમિયાન દિવાળી પર્વમાં સરકાર અધિકારી-કર્મચારીઓ તહેવારો માણી શકે તેને લઇ તારીખ 1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બદલામાં તા.9-11-2024 બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રહેશે.