- IPL 2025 શેડ્યુલ જાહેર
- 14 માર્ચથી ધમાલ મચાવશે ખેલાડીઓ
- 25મી મેના રમાશે ફાઇનલ
IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. IPL 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ આ વર્ષ માટે IPL તારીખો જાહેર કરી છે. IPL 2025 14 માર્ચથી શરૂ થશે જ્યારે ફાઈનલ 25 મેથી રમાશે. તે જ સમયે, IPL 2026 માં 15 માર્ચથી 31 મે સુધી રમાશે.
BCCI એ આશ્ચર્યજનક રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી 3 સિઝનની તારીખો એકસાથે જાહેર કરી. IPL 2025 14 માર્ચથી શરૂ થશે, જ્યારે ફાઈનલ 25 મેથી રમાશે. તે જ સમયે, 2026 માં, IPL 15 માર્ચથી શરૂ થશે અને ફાઇનલ 31 મેના રોજ યોજાશે. 2027માં ઈન્ડિયન પ્રીમિયર લીગ 14 માર્ચથી 30 મે દરમિયાન યોજાશે.
IPL દ્વારા ગુરુવારે તમામ ફ્રેન્ચાઈઝીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં ગવર્નિંગ કાઉન્સિલે IPLની 3 સીઝનની વિન્ડોની જાહેરાત કરી હતી. પરંતુ આ છેલ્લી તારીખ હોવાની શક્યતા છે. તેમજ 2025ની સીઝનમાં પણ પાછલી ત્રણ સીઝનની જેમ 74 મેચો રમાશે. જો કે, 2023-27 ચક્ર માટે 2022 માં IPL દ્વારા વેચવામાં આવેલા મીડિયા અધિકારોએ ઉલ્લેખ કર્યો છે કે 84 મેચો રમાશે.
નવા અધિકાર ચક્ર માટેના ટેન્ડર દસ્તાવેજમાં, IPL એ દરેક સિઝનમાં અલગ-અલગ મેચોની સંખ્યાનો ઉલ્લેખ કર્યો છે. 2023 અને 2024માં 74 મેચો, 2025 અને 2026માં 84 મેચો અને આ કરારના છેલ્લા વર્ષમાં એટલે કે 2027માં 94 મેચ રમવાનો ઉલ્લેખ હતો.
મેગા ઓક્શન પહેલા એક વધુ ખેલાડીને એન્ટ્રી મળી છે. T20 વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર અમેરિકાના બોલર સૌરભ નેત્રવલકરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમજ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે એટલે કે, તેમણે પણ પોતાનું નામ મોકલી દીધું છે.
574 ખેલાડીઓનું ભવિષ્ય દાવ પર
આ વખતે મેગા ઓક્શનમાં 574 ખેલાડીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે, જેમાં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ હરાજીમાં કુલ 330 અનકેપ્ડ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 318 ભારતીય અને 12 વિદેશી ખેલાડીઓ સામેલ છે. 10 ટીમોમાં 204 ખેલાડીઓ માટે સ્લોટ ખાલી છે, જેમાં 70 વિદેશી ખેલાડીઓ જગ્યા બનાવી શકે છે. મોટી હરાજી 24 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.