- GPSCની વર્ગ 1-2ની પરીક્ષાની તારીખો આવતા સપ્તાહમાં જાહેર કરાશે
- જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે: હસમુખ પટેલ
- GPSCના વિદ્યાર્થીઓ UPSCની પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લઈ શકે તેવું આયોજન કરાશે
ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.
ટૂંક સમયમાં વર્ગ 1-2 ભરતીની જાહેરાત થશે
હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં ટ્વિટ કર્યું હતું કે, GPSC વર્ગ 1-2ની ભરતી અને પરિક્ષાને લઈને જણાવ્યું હતું કે, ‘વર્ગ 1-2 ભરતીની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. તેમજ જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરિક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ UPSC સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરિક્ષામાં ભાગ લઈ શકે.’
UPSCને ધ્યાનમાં રાખીને પરિક્ષા લેવામાં આવશે
UPSCની પરિક્ષા આપતા ઉમેદવારોને સરળતા રહે ત્યારે તેને લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ‘વર્ગ 1-2 ની પરિક્ષાનું સમયપત્રક UPSC સિવિલ સર્વિસ પરિક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. આ ઉપરાંત વર્ગ 1-2ની પ્રાથમિક પરિક્ષા UPSCની પ્રાથમિક પહેલા અને મુખ્ય પરિક્ષા UPSCની મુખ્ય પરિક્ષા પછી લેવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત GPSC વર્ગ 1-2 પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ UPSC આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરિક્ષાઓ આપે.
ગુજરાતના વિદ્યાર્થીઓ UPSCની પરિક્ષા આપવા સક્ષમ
આ ઉપરાંત વધુમાં હસમુખ પટેલે કહ્યું હતું કે, ‘ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC સિવિલ સર્વિસ પરિક્ષા આપવા સક્ષમ છે. તેમજ પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપતા નથી, કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. તેમજ પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરિક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી વિનંતી.’