આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે.
શક્તિપીઠ અંબાજી ખાતે જવા માગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે. અમદાવાદ-અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ શક્તિપીઠ અંબાાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. ગુજરાતમાં હવે 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઇ જાય તેવી સંભાવના છે.
શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર જ અંબાજી સ્ટેશન બનાવાશે
અમદાવાદથી અંબાજી માટે હાલ માત્ર બાય રોડનો વિકલ્પ છે. અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન દોડતી કરવા મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની લગભગ 116 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈન નાખવાની કામગીરી હાલમાં જારી છે. આ રેલવે લાઈન શરૂ થતા લોકો અમદાવાદ અને દિલ્હીથી સીધા અંબાજી સુધી ટ્રેન દ્વારા અવર-જવર કરી શકશે. આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે.
ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને મળશે લાભ
આ રેલવે લાઇન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનાવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા, હડાડ અંદાજે 15 જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ 400 જેટલા વૃક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે.
અંબાજીમાં એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું રેલવે પ્લેટફોર્મ બનશે
આ રેલવે લાઇન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા,હડાદ અંદાજે 15 જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ 400 જેટલા વૃક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે.
સ્ટેશનની અંદર જ હોટેલ સહિતની સુવિધા
રેલવે દ્વારા એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા અને અંબાજી શક્તિપીઠની થીમ પર જ મંદિરથી અંદાજે 3.5 કિલોમીટરના અંતરે લગભગ 175 કરોડના ખર્ચે બે માળના અંબાજી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ તેમજ 7 માળના અને 100 રૂમની સુવિધા ધરાવતા બજેટ હોટલની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન બિલ્ડિંગમાં 51 શક્તિપીઠના પ્રતિક સમાન 51 શિખર તૈયાર કરવામાં આવશે. અંબાજી સ્ટેશને તૈયાર થનારા ત્રણ પ્લેટફોર્મ પર અવર જવર કરવા માટે સબવે પણ તૈયાર કરાશે.
રેલ્વેના સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તિપીઠ અંબાજી સ્ટેશન પર નીચે પ્લેટફોર્મ અને ટ્રેક હશે જ્યાંથી ટ્રેનોનું મૂવમેન્ટ થશે. જ્યારે પ્લેટફોર્મની ઉપર કોંકોર્સ એરિયા, વેઇટિંગ રૂમ, લાઉન્જ, રેસ્ટોરન્ટ, હોટલ, સીઢી, લિફ્ટ, એસ્કેલેટર, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટુરિસ્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંપૂર્ણ સ્ટેશન બિલ્ડિંગ 50421 ચોરસ મીટર એરિયામાં તૈયાર કરાશે. અત્યારે સ્ટેશન તૈયાર કરવા માટે જરૂરી જગ્યામાંથી લગભગ 90 ટકા જમીન તેમજ સ્ટેશન સુધી પહોંચવા માટે રોડ તૈયાર કરવા 70 ટકા જમીન સમતળ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે.