૧૬મી સદીના ‘ફેની’ને લગતા પાત્રો સહિતની વસ્તુઓ પ્રદર્શનમાં મુકાઈ
ગોવામાં પ્રથમ મ્યુઝિયમ ઓફ આલ્કોહોલ તૈયાર થઈ ગયું છે. ૧૯૫૦ના દાયકાની પરંપરાગત પીણાની ફેની બોટલ, વાઇન પીવા માટે ઉપયોગમાં લેવાતા ચશ્મા, તેને બનાવવા માટે વપરાતા જૂના લાકડાના વાસણો અને માપવાના સાધનો ભાગ્યે જ ધ્યાન પર આવે છે. જે હવે આ મ્યુઝિયમમાં નિહાળી શકાય છે.
આ સંગ્રહાલય કાજુમાંથી બનાવેલ પરંપરાગત પીણું ફેની બનાવવાના કૌશલ્યને સમર્પિત છે. મ્યુઝિયમના માલિક અને સ્થાનિક ઉદ્યોગસાહસિક નંદન કુડચડકરે કહ્યું છે કે, તેઓ દારૂ પીવાની આદતને પ્રોત્સાહન આપી રહ્યા નથી. આ ગેલેરી દરિયાકાંઠાના રાજ્યમાં ફેની વાઇનની વિશિષ્ટ અને સમૃદ્ધ પરંપરાનું પ્રતીક છે. તેમણે દાવો કર્યો છે કે, તે વિશ્વનું પ્રથમ મ્યુઝિયમ છે જે વાઇન બનાવવાના ઇતિહાસને સમર્પિત છે.
પણજીથી ૧૦ કિલોમીટર દૂર ઉત્તર ગોવાના દરિયા કિનારાના વિસ્તારમાં સિન્ક્વેરીમ અને કેન્ડોલિમ પ્રવાસન કેન્દ્રોને જોડતી વ્યસ્ત લેન પર ૧૩૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં સ્થાપિત આલ્કોહોલ મ્યુઝિયમ ભૂતકાળ અને વર્તમાનને પ્રતિબિંબિત કરે છે. રાજ્યનું પ્રખ્યાત કાજુ આલ્કોહોલ ‘ફેની’ની એક ઝલક આપે છે.
સંગ્રહાલયની અંદરના ચાર ઓરડામાં વિવિધ જૂના માટીના વાસણો, ૧૬મી સદીના માપણીનું સાધન છે જે ફેની પીરસતી વખતે વપરાય છે. પ્રાચીન લાકડાના વાસણ, ફેનીના નશાને માપવા માટે વપરાતું માપ અને રશિયાથી લાવવામાં આવેલી ઘણી દુર્લભ વસ્તુઓ આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. દુર્લભ સ્ફટિક ઓસ્ટ્રેલિયન બિયર ચશ્મા સહિત પ્રદર્શનમાં મૂકવામાં આવે છે.
કુડચડકરે કહ્યું છે કે, સંગ્રહાલય એક વ્યસ્ત રસ્તા પર સ્થિત છે, જ્યાં હું કોઈપણ સાહસ કરીને પૈસા કમાઈ શકું છું પણ, મેં આ પ્રોજેક્ટ અહીં મૂકવાનું વિચાર્યું કારણ કે હું લોકોને આપણો સમૃદ્ધ વારસો બતાવવા માંગુ છું. તેમણે કહ્યું કે, તેઓ આ ગેલેરી દ્વારા લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા નથી.