બાળકો એ દેશનું ભવિષ્ય છે ત્યારે દરેક બાળક યોગ્ય શિક્ષણ મેળવે અને ખાસ તો ગરીબ પરિવારની બાળકો શિક્ષણ લેવા અને શાળાએ આવવા પ્રેરાઈ તે હેતુથી સરકારે ફરજિયાત શિક્ષણની સાથે સાથે શાળામાં આવતા બાળકો માટે મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરી છે. જેનો મુખ્ય હેતુ એ પણ છે કે બાળકોને શિક્ષણની સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય, પરંતુ આ સુવિધા જ્યાં અપાય છે તેવી સરકારી શાળાઓમાં પૂરતી ચોકસ્સાઈભરી વ્યવસ્થાઑ ઉપલબ્ધ ન હોવાને કારણે અનેક વખત બાળકોના સવાસ્થ્યને હાનિ પહોચ્યાની ઘટનાઓ સામે આવી છે જેમાથી એક બિહારના ગામડામાં ઘટેલી ઘટના જેમાં 2013માં 23 બાળકોના મધ્યાહન ભોજન અંતર્ગત દૂષિત ભોજન લેવાથી મોત નિપજ્યાં હતા. જેનાથી પ્રભાવિત થઈ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિગરાની દ્વારા કોર્ટમાં એક PIL દાખલ કરાઇ હતી જેની કાર્યવાહી અંતર્ગત ઉચ્ચ અદાલતે જાહેર કરેલા આદેશ અનુસાર દેશના દરેક રાજ્યએ મધ્યાહન ભોજન સુવિધા અંગેની દરેક પ્રકારની માહિતી પોતાની શૈક્ષણિક વેબસાઇટ પીઆર મૂકવી ફરજિયાત છે તેવું જણાવ્યુ હતું જેના પછી 25 રાજ્યએ આ આદેશને માન્યો હતો જ્યારે અન્ય 11 રાજ્યોએ એનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ પણ દેશના ઓડિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તામિલનાડું, કેરેલા, કર્ણાટક અને જારખંડમાં બાળકોના સ્વાસ્થ્યને હાનિ પહોચડવાની ઘટનાઓ ઘટી હતી.
જ્યારે વર્તમાન સમયમાં ફરી સુપ્રીમ કોર્ટ દ્વારા એવો જ આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે દરેક રાજ્યની સરકારએ મધ્યાહન ભોજન બાબતની તમામ માહિતી જેવી કે, ખાધ્યપદાર્થો કેટલી ગુણવત્તાવાળા છે, કેટલા સ્વાસ્થ્યપ્રદ છે? કેટલી ચોખ્ખાઈ રાખવામા આવે છે, કેટલા વ્યક્તિઓ તેમાં કાર્યરત છે, કેટલી મશીનરીઓ તેમાં ઉપયોગમાં લેવાય છે. મુદ્દાની વાત એ છે કે ભારતમાં 12લાખ તેટલી સરકારી અને સરકારને સંલગ્ન શાળાઓ કાર્યરત છે જેમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. જે કેટલું ખાવા લાયક છે તે તો ભગવાનજ જાણે….?