હવે નવા એપિસોડમાં અણધાર્યો વણાંક આવશે, દેવી લક્ષ્મીનો ઇચ્છા પૂરી કરવા પાછળનો હેતુ શું છે ?તે જાણવાનું રસપ્રદ રહેશે
અબતક,રાજકોટ
સોની સબ પર વિચારપ્રેરક શો શુભ લાભ- આપકે ઘર મેં એ તેની અજોડ વાર્તારેખા સાથે દેશભરના દર્શકોને મોહિત કરવાનું ચાલુ રાખ્યું છે. આ શો દર્શકો માટે જીવનનું નવું પરિપ્રેક્ષ્ય અને અસલ જીવનનો સાર્થ સમજાવે છે. હવે નવા એપિસોડમાં અણધાર્યો વળાંક આવશે, કારણ કે દેવી લક્ષ્મી (છાવી પાંડે) સવિતાને તેની ઈચ્છા પૂછે છે.અણધાર્યા વળાંકમાં સવિતાની બે ઈચ્છા પૂરી કર્યા પછી દેવી લક્ષ્મી તેની ભક્ત સવિતાને તેને માટે ભંડારાનેં આયોજન કરવા પૂછે છે. સવિતા ખુશીથી તે સ્વીકારે છે. જોકે દેવી લક્ષ્મીની એક શરત છે. દેવીની ઈચ્છા પૂરી કરવા માટે સવિતાએ દાન કરવામાં અને કાર્યક્રમને પ્રાયોજિત કરવામાં વિશ્વાસ નહીં રાખનારા રોહિતને સમજાવવાનું છે. શ્રેયા (તનિશા મહેતા) અને વૈભવ (આશય મિશ્રા) લોટરીને નામે રકમ દાન કરવા રોહિત (મિથિલ જૈન)ને પ્રેરિત કરે છે. જોકે ભંડારા માટે તૈયારીમાં અનેક અવરોધ આવે છે, કારણ કે સવિતાને ઈજા થાય છે અને શ્રેયા તથા વૈભવે ભક્તો માટે તૈયાર કરેલું ભોજન પ્રીતિ (કિંજલ પંડ્યા) બગાડી નાખે છે.લક્ષ્મી મા દાન આપવા રોહિતને તરકીબથી પ્રેરિત કરાયો તે જાણીને કેવી પ્રતિક્રિયા આપશે? શું શ્રેયા અને વૈભવ ખરાબ ભોજન પીરસશે? શું કાર્યક્રમ સારી રીતે પાર પડશે?સવિતાની ભૂમિકા ભજવતી ગીતાંજલી ટીટેકર કહે છે, અમે એવા તબક્કે છીએ જ્યાં સવિતા દેવી લક્ષ્મીને મળે છે અને હવે તેની બે સૌથી ઈચ્છિત ઈચ્છાઓ પૂરી થાય છે જે પછી ભાગ્યે જ બને છે તેમ દેવી લક્ષ્મી સામે સવિતા પાસેથી એક ઈચ્છા પૂરી કરવા પૂછે છે. દેવી લક્ષ્મીની ઈચ્છા પૂરી કરવા કહે તે બહુ અસાધારણ છે અને ભક્ત માટે તે સન્માનજનક છે. જોકે સવિતા માટે આ બધું કરવાનું આસાન નથી અને પ્રીતિ તેનો કાર્યક્રમ બગાડવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમ કઈ રીતે સંપન્ન થાય છે અને દેવી લક્ષ્મીની ઈચ્છા સવિતાએ ધાર્યું હતું તેમ પૂરી થાય છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે. દેવી લક્ષ્મીનો ઈચ્છા પૂરી કરવા પાછળનો હેતુ શું છે તે જાણવાનું પણ રસપ્રદ છે.