સોની સબ પર શુળ લાભ- આપકે ઘર મેંના આગામી એપિસોડમાં ખતરનાક આગનું દ્રશ્ય જોવા મળશે, જેમાં અદિતિ (માહી શર્મા) આગ લાગેલી દુકાનમાં અટવાઈ જાય છે. સવિતા (ગીતાંજલી ટીકેકર) આગમાં ફસાયેલી અદિતિને બચાવવા માટે ધસી જાય છે. બધા જ તેને આગમાં જતી રોકવા પ્રયાસ કર્યો છે, પરંતુ સવિતાને કોઈ રોકી શકે એમ નથી, કારણ કે આ પળે તેને ફક્ત તેની પુત્રી જ દેખાઈ રહી છે. કલાકારો આગ સાથે સંકળાયેલું આ જોખમી દ્રશ્યશૂટ કરવાના પડકારો પર તેમના અનુભવો જણાવે છે.
સવિતાની ભૂમિકા ભજવતી ગીતાંજલી ટીકેકર કહે છે, આખું દ્રશ્ય પડકારજનક છતાં કલાકાર તરીકે સંતોષજનક અનુભવ છે. એક પાત્રમાં ભાવનાઓના વિવિધ આયામો ભજવવાનું દરેક કલાકાર સપનું જોતા હોય છે. મેં પહેલી વાર સ્ટંટ કર્યા નથી. જોકે આ અનુભવ અગાઉ કરતાં અલગ હતો. આગ સાથે રમત નહીં કરવી જોઈએ. નિષ્ણાતો જ આ જોખમી દ્રશ્ય ભજવી શકે છે. હું ભયભીત હતી, પરંતુ સ્ટંટ્ટ નિયંત્રિત છે અને બધી સાવચેતીઓ લેવાઈ રહી છે તે જોયું ત્યારે મેં તેમાં ઝંપલાવી દીધું.
ટીમે સાથ આપ્યો. સૌપ્રથમ તેમણે મને રિલેક્સ કરી અને ત્યાર પછી પગલાવાર પ્રક્રિયા હેઠળ પસાર થઈ. બધી ક્રેડિટ આ અદભુત ટીમ ને ખાસ કરીને અમારા ડાયરેક્ટરને જાય છે.અદિતિની ભૂમિકા ભજવતી માહી શર્મા કહે છે, મેં અગાઉ અમુક શોમાં કામ કર્યું છે, પરંતુ કોઈ સ્ટંટ્સ કરવાની તક ક્યારેય મળી નથી. આ આગનું સ્ટંટ મારું સૌપ્રથમ હતું, જેથી હું ભારે રોમાંચિત હોવા સાથે નર્વસ પણ હતી.
મને નાનપણથી જ આગનો ડર લાગે છે, પરંતુ પ્રોડકશન ટીમમાં ખાસ કરીને મારા ડાયરેક્ટર અને સહ- કલાકાર ગીતાંજલી ટીકેકરે મને વધુ રિલેક્સ્ડ અને કમ્ફર્ટેબલ થવામાં મદદ કરી અને મને આખા દ્રશ્યમાં માર્ગદર્શન આપ્યું. આ બહુ ઉત્તમ અનુભવ હતો અને મને મારા ડરમાંથી બહાર આવવામાં મદદ થાય તેવું આવું કશુંક મળ્યું તેની ખુશી છે. જોતા રહો શુભ લાભ- આપકે ઘર મેં, સોમવારથી શનિવારે રાત્રે 9.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર જોવા મળે છે.