વૈશ્વિક બજારોમાં વૃદ્ધિને સાથે આજે શેર બજારમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે બંને બેંચમાર્ક ઈન્ડેક્સ મોટા ઉછાળા સાથે ખુલ્યા છે. BSC સેન્સેક્સ આજે તેની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. તે જ સમયે, NSE નિફ્ટી પણ 15,880 ની ઉપર પહોંચી ગઈ છે. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, મારુતિ સુઝુકી અને SBI માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
સેન્સેક્સ આજે સવારે 10:16 વાગ્યે 53,031.33ની સપાટીએ પહોંચ્યો. ઈન્ડેક્સમાં 456.87 પોઇન્ટ એટલે કે 0.87% નો જબરજસ્ત ઉછાળો નોંધાયો છે. આ સાથે નિફ્ટી 142.70 પોઇન્ટ અથવા 0.91% ઉછળીને ઇન્ડેક્સ 15,889.20 ના સ્તર પર પોહચી ગયો હતો.
શરૂઆતના સમયમાં સેન્સેક્સ 326.27 પોઇન્ટ વધીને 52,900.73 ની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો અને નિફ્ટી 100.30 પોઇન્ટ વધીને 15,846.80 પર પહોંચ્યો હતો. ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી બેન્ક, રિયલ્ટી, ફાઇનાન્સિયલ સર્વિસીસ, આઈટી, મેટલ, પીએસયુ બેંક અને એનર્જીમાં પણ 0.7 થી 1.4 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
રાશિભવિષ્ય: ક્યાં રાશિના જાતકોનો મંગળવારે થશે મંગલકારી ફાયદો
એશિયન બજારોમાં આજે ચાર અઠવાડિયામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. MSCIમાં 0.35 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાપાનના નિક્કીમાં સૌથી વધુ 2.1 ટકાનો ઉછાળો આવ્યો. સાઉથ કોરિયાના કોસ્પીમાં 0.4 ટકાનો અને ઓસ્ટ્રેલિયન શેરોમાં 1.2 ટકાનો અને ચીનના શેરમાં 0.6 ટકાનો ઉછાળો નોંધાયો હતો.