આજે મારે ભગવાન જોડે મીઠો ઝઘડો થઈ ગયો અને મે તો તેમને કહી દીધું કે જુઓ ભગવાન તમે આ સુષ્ટિની રચના કરી પછી પૃથ્વી પર અવતાર ધારણ કર્યા. તેમાં વળી, પહેલા પાંચ અવતારમાં તો તમે તમારૂ જે કાર્ય હતુ તે પૂર્ણ કરી અંત:ધ્યાન થઈ ગયા અને બાકીના ચાર મા આપે મનુષ્ય જીવનમાં આવતી મુશ્કેલીઓને અનુભવી અને તેને સહન કરી અને સમાજમાં બધાને જીવન જીવવાની રીત શીખવાડી એટલે જ તો આજે પણ જયારે કોઈ મનુષ્ય તેના જીવનથી કંટાળી જાય, નાસીપાસ થાય કે હિંમત હારી જાય કે સહન કરી ન શકે ત્યારે બધા આશ્ર્વાસન આપી બોલે છે. આપણે તો શું ભગવાન જેવા ભગવાનને પણ મનુષ્ય અવતરમાં બધુ સહન કરવું પડેલું ત્યારે કયારેક સાથે થોડી દલીલો થાય કે ઈશ્ર્વર આપની પાસે તો અમારા કરતા વધુ પરમ શકિતઓ હતી અને તેમાંય તમે ફકત નવ અવતાર લીધા છે. અને તેમાંપ ણ ચાર અવતાર છે.તેમાં તમે પુરી જીંદગી અમારી જેવી પરિસ્થિતિ અને લોકોનો તેમજ સંઘર્ષનો સામનો કરે અમારા જેવા મનુષ્યનો તો વિચાર કરો જેમને તમે ૮૪ લાખ જન્મ આપ્યા છે. શું મનુષ્ય જીવનમાં જ માણસે બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? સહન કરવું પડે છે ? પોતાની જાતને સાબિત કરવી પડે છે ? ઈશ્ર્વરે સોંપેલ જવાબદારી નિભાવવી પડે છે?
ના, મનુષ્ય જીવનમાં જ નહિ નાનામાં નાના જીવજંતું વનસ્પતિથી માંડી બધાને પ્રકૃતિના નિયમમાં રહીને જ ચાલવું પડે છે. નિયમમાં ન રહે તોસજા પણ ભોગવવી પડે છે. પ્રાણી, પશુ પંખી તેના બચ્ચાને ઉછેરે છે. તેની સંભાળ રાખે છે અને પોતાની જાતને બચાવે છે. તમે કોઈ મચ્છરને મારવા સ્પ્રે કે ધુમાડો કરો છો.ત્યારે તેને પણ ગુંગળામણ થતી જ હોય છે. તેમ કોઈ જીવને મારો છો ત્યારે સામેથી આવીને એમ નથી કહેતો કે મને મારો તે બચવા માટે પુરી કોશિષ કરે જ છ, તે પણ તે જીવનો સંઘર્ષ જ છે. વનસ્પતિને પણ હવા વધુ તાપ કે વધારે પાણીના પ્રવાહ સામે ટકવું જ પડે છે. નાની કીડીથી લઈને ડાયનોસોર હોય કે માનવી તેણે જીવનમાં ટકી રહેવા સંઘર્ષ કરવાનો જ હોય છે. પરંતુ તું હંમેશ રહે છે. મનુષ્યજીવન તે આખરી પરીક્ષા છે કાં મનુષ્યને બધા જીવો કરતા વધુ શકિતઓ આપી છે. માટે તે પરીક્ષામાં જો આળસું ના સમજ કે બેઈમાની કરીએ તો આખરી પરીક્ષામાં નાપાસ થઈએ છીએ કયારેક સમત્વ ન જળવાય તો મુંજાવાનું નહી થોડો સમય જવા દો. આટલું બધું કહ્યા પછી તેણે મંદ મંદ સ્થિત સાથે તેના પોતાના કાન પકડી કહે હા વ્હાલા તારી વાત સાચી છે મેં તો ફકત ચાર વાર માનવજીવન વિતાવ્યું પરંતુ તે તો ૮૪ લાખ ૮૩ લાખમાં મારી પરીક્ષામાં ખરો ઉતર્યો છે તું મારા માટે ખાસ છે તેં માટે હું તને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
અને હાલ હું તને એક વાત સમજાવવા માંગું છું તે હેતને નાની વાર્તાથી સમજાવીશ એક વ્યકિત મૃત્યુ પામ્યો અને તેને દૂત લેવા આવ્યો તેની સાથે તે સ્વર્ગમાં ગયો. ત્યાં એક વિશાળ મહેલનો દરવાજો ખોલ્યો અને અંદર જતા જ ચારે બાજુ ગીફટ પેક કરેલા બોકસ હતા. તે માણસે દૂતને પુછયું આટલા બધા ગીફટ પેકીંગ કરેલા બોકસ કોના માટે છે દૂતે કહ્યું આ બોકસ નીચે ધરતી પર રહેલા માનવીના છે જે તેમણે માગેલી છે. જે પેક કરીને રાખે છે. તો દૂતને કહ્યું તેમને આપ્યા કેમ નહી ? દૂતે જવાબ આપ્યો અમે જયારે ગીફટ પર રીબીન મારી પાર્સલ મોકલી જ રહ્યા હતા કે જે તે વ્યકિતએ અંતિમ સમયે પ્રયાસ છોડી દીધા અને તેમને ગીફટ ન મળી અહી જ રહી ગઈ.માટે જ તમે ઈશ્ર્વર પાસે કંઈ માગો છો તે માટે અંત સુધી પ્રયત્ન કરતા જ રહો. હિંમતથી, દિલથી મહેનતથી સારા ઈરાદાથી કરેલા કાર્યો માટે તે ઈનામ જરૂર આપે જ છે.
જયારે પણ કોઈ સમય, સંજોગોમાં પોતાના કાર્યને છોડવાની ઈચ્છા થાય ત્યારે વિચારજો કે તમારા માટે ગીફટ પેક થઈ જ રહી છે ફકત હવે તમારૂ નામ અને રીબીન બાંધવાની જ વાર છે. અને પાર્સલ કરવાની જ વાર છે. માટે કયારેય કોઈ કાર્ય અધુરા ન છોડવા આપણે સૌ ઈશ્વરે સોંપેલ ખાસ કાર્ય માટે જ જન્મ લીધો છે. તો તે પૂર્ણ કરવું જ રહ્યું અને જીવનમાં શાંતિ, પ્રેમ, વિશ્વાસ, આશાની જયોત હંમેશા જલતી જ રહેવી જોઈએ