સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલી ડૉકટર વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ૩૦૦ થી વધુ વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા: નિષ્ણાંત તબીબોએ ભાવી ડૉકટરોને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એન.એફ.ડી.ડી. હોલ ખાતે શુક્રવારે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ પેરા મેડીકલ ક્ધસોટીયમ એન્ડ એસોસિએશનના ઉપક્રમે ૧ દિવસનો વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાયો હતો. ડોકટર વાઇબ્રન્ટ કોન્સફરન્સમાં ત્રણસો જેટલા વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન ઇન્સિટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ, વી.એમ. મહેતા ઇન્સિટીટયુટ ઓફ આયુર્વેદ, ઇવા આયુર્વેદ કોલેજ, એચ.એન. શુકલા હોમ્યોપેથી કોલેજો મળીને વિઘાર્થીઓ કોન્ફરન્સમાં ભાગ ભજવ્યો હતો.
આ કોન્ફરન્સ ત્રણ સેશનમાં રાખવામાં આવ્યો હતો. અને ત્રણેય સેશનમાં અલગ અલગ વકતાઓ હતા. જેમાં જય વસાવડા, અમૃત દેશમુખ હીતેષ શુકલા મુખ્ય વકતા તરીકે હતા જેઓ પોતાના વિષય પર શ્રેષ્ઠ વકતવ્ય આપ્યું હતું. અને વિઘાર્થીઓને પ્રેરણા આપી હતી. જય વસાવડાએ જય હો વિષય પરથી વકતવ્ય આપ્યું હતું. તથા અમૃત દેશમુખ બુકલેટ વિષય પર અને હીતેષ શુકલાએ લીડ વીથ લવ, ગ્રોથ વીથ પેશન, વિષય પર ઉત્તમ વકતવ્ય આપી વિઘાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે ડી.વી. મહેતા, ડો. ઉર્વશી પટેલ, સંજયભાઇ વાઘર, ડો. કલપીત સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામના આયોજક મેહુલભાઇ ‚પાણીએ જણાવ્યુઁ હતું.
સૌરાષ્ટ્રના આયુર્વેદ ડોકટર હોમીયોપેથ ફયુયર ડોકટરને ભેગા કર્યા છે. તેમના માટે ૧ દિવસ મોટીવેશન પ્રોગ્રામ આજનો મુખ્ય આશય એ છે કે ડોકટર તો સારા બને જ છે. પણ સાથે સારા ડોકટર સારા માનવી બને સંવેદના અનુભવે, સમાજમાં સા‚ વાતાવરણ જળવાય આ પ્રથમ સેશન છે. દર છ મહિને આ સેશન થશે સમાજમાં બે વસ્તુ જરુરી છે. સારા વિચારી અને સંવેદનાની આવશ્યકતા છે. સંવેદના હીન સમાજ જાય છે. આપણે એક દિવ્ય આત્મા છીએ દિવ્ય વિચારોને ફોલો કરનારા લોકો છીએ. તો દિવ્ય વિચારોનું પ્રસ્તાપન ફરી વખત ભારતમાં અનુભવીએ વધારેમાં વધારે ફેલાવી થાય વોટસએપની સ્પીડથી પણ વધારે ફેલાવી થાય આ બે વસ્તુને ઉજાગર કરવા ડો. વાયબ્રન્ટ સેશન આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષા જીવન નથી, પણ જીવન તો પરીક્ષા છે જ: જય વસાવડાજાણીતા લેખક અને વકતા જય વસાવડાએ જણાવ્યું હતું કે, ડો. મિત્રો એકેડેમીક નોલેજ તો મેળવતા જ હોય છે. લોકોને ફેમીલીની રીતે પણ આકર્ષક હોય છે, પણ આજના જમાનામાં સવાર્યુ થવા માટે થોડી એકસ્ટ્રા એફર્ડની જરુર છે. વધુ નોલેજની જરુર છે. પરીક્ષા એ જીન નથી પણ જીવન તો પરીક્ષા છે જ તેને કેવી રીતે જાળવશો લાઇફ રીલેટેડ ટોપીક છે.
ડી.વી. મહેતાએ જણાવ્યું કે, ભવિષ્યના ડો. ને વાઇબ્રન્ટ બનાવાનું પ્રોગ્રામ છે. ત્રણ સેશનમાં નવી જનરેશન હાલના પ્રવાહથી, ટેકનલોજીથી વાકેફ થાય સારા ડો. સારા નાગરીક બને.
કલ્પીત સંઘવીએ જણાવ્યું કે, મેનેજીંગ ડાયરેકટર એચ.એન. શુકલા હોમીયોપેથી કોલેજ ડો. વાઇબ્રન્ટ આવતીકાલના ડોકટરને ચેલેન્જને કેવી રીતે સંભાળવી. ઇન્ટરનલ અને આઉટ પ્રેસર મેનેજ કરવા સ્પીકરી દ્વારા ઇવેન્ટ રાખી છે. ડો. સમાજને સાચી દીશામાં લઇ જાય તેના માટેનો પ્રોગ્રામ
વિશ્ર્વભરમાં આજે આયુર્વેદિક માંગ ઉઠી છે: સંજીવ ઓઝા
જામનગર ગુજરાત આયુર્વેદ યુનિ.ના કુલપતિ ડો. સંજીવ ઓઝાએ જણાવ્યું હતું કે, અનેક વર્ષથી વિશ્ર્વભરમાં આયુર્વેદની માંગ ઉઠી છે. તે ભારત અને ગુજરાતમાં અનુભવી શકાય છે. ગત ૨-૩ વર્ષમાં જે કોલેજ શરુ થઇ તેમાંનો કાર્યક્રમ હતો ભારતીય ચિકિત્સાની દ્રઢતા માનવામાં તૈયાર થાય તે દ્રષ્ટિથી વકતાઓએ વકતવ્ય આપ્યું છે. વિઘાર્થી જે વિષયમાં મકકમતા પ્રાપ્ત કરવા વઘ્યા છે તે મકકમતા કેવી રીતે મજબુત થાય તેના માટે સેશન હતી જે જીવન ઉપયોગી અને આયુર્વેદ ઉપયોગી પણ થઇ શકે.
રાણપરાજેનીશા જણાવે છે કે, વાઇબ્રન્ડ ડો. સેમીનારથી અમને અમારી ઘ્યેય વિશે માહીતી મળી વાંચન વિશે માહીતી મળી કેવી રીતે વાંચન કરવું તે જાણવા મળ્યું દર્દી સાથે કેવી રીતે જોડાવું તેના માટે મહત્વપૂર્ણ છે.
દેવાન્સી રાઠોડ પેરામેડીકલનો યુવાનોને કામે લાગે તેવો પ્રોગ્રામ આયોજન કર્યુ હતું. જેમાં અમૃત દેશમુખે આજની જનરેશનને વાંચન માટેની રીત શીખવાનું હોવાનું જણાવ્યું હતું.
આયુર્વેદ ચિકિત્સા સર્વશ્રેષ્ઠ, આખુ વિશ્ર્વ સ્વીકારતું થયું: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આયુર્વેદ અને હોમિયોપેથીની અંદર સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીની ગુજરાત આયુર્વેદ યુનિવસીટીની જે સંસ્થાઓ આ કોર્ષ ચલાવે છે. તેના માટે એક સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સૌરાષ્ટ્ર યુનિ. ઓડિટોરીયમમાં રાખવામાં આવ્યું છે. ૪૦૦ જેટલા વિઘાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલ, આયુર્વેદ યુનિ. ના કુલપતિ અને સર્વ વિઘાર્થીઓને ટ્રેનીંગ આપી કે ડો.નો વ્યવસાય ખુબ ઉમદા વ્યવસાય છે અને આયુર્વેદની ચિકિત્સા સર્વશ્રેષ્ઠ છે કે આજે વિશ્ર્વ તેને સ્વીકારતુ થયું છે. ત્યારે આયુર્વેદનો કોર્ષ, હોમિયોપેથીના કોર્ષને કેવી રીતે વાઇબ્રન્ટ બનાવવું તેના માટે ત્રણ સેશનમાં શ્રેષ્ઠ વકતા રાખ્યા હતા. ડો. ના ઉમદા વ્યવસાય માટે સ્કીલ આપવાનો પ્રયાસ કર્યો વિઘાર્થી વાઇબ્રન્ટ થાય યુનિવસીર્ટી પણ વાઇબ્રન્ટ થાય તેના માટેનો આ વર્કશોપ હતો. આગામી સમયમાં જોબફેરનું પણ આયોજન કરવાના છીએ.
રુચીર વૈદય જણાવે કે, હોમિયોપેથીમાં અમારે રોગની સાથે માસણ મેન્ટલી અને ઇમોશનલી નબળો હોય છે. તો અમારે તે પણ જોવાનું હોય માટે બુકલેટ સેશન બહુ કામ લાગશે, અમારે જે કરવાનું તે બીજા માટે કરવાનું હોય છે. સેમનારથી પ્રેરણા મળે છે. કામ કરતો રહીશ તો પૈસા પણ આવશે અને સકશેષ પણ આવશે. લોકોની સારવાર મારી મહત્વની ગોલ રહેશે.
ખોળુ કવાડે જણાવ્યું કે, આજે મોટીવેશનલ સ્પીચ મળી છે અમે મોટીવેટ થયા છીએ જીવન સંબંધી ઉદાહરણ આપી પ્રશ્ર્ન નિરાકરણ આપ્યું છે. બહુ મજા આવી શોર્ટ એન્ડ સ્વીટ સ્પીચ આપી છે. અમે લોકો ખુશ છીએ. આવા પ્રોગ્રામ થાય તો જીવન ઉપયોગી જાણકારી મળે ભવિષ્યના ડો. તરીકે કેવી રીતે વિકાસ થાય તેનું માર્ગદર્શન મળે.
પરી પુજારાએ જણાવ્યું હતું કે, ઇન્ડિ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદની વિઘાર્થી ડો. વાઇબ્રન્ટ ટોપીક પર સેમીનાર મદદરુપ થયું જય વસાવડાએ જય હો બુક પર જ્ઞાન આપ્યું, હસાવ્યા પણ, જીવન જીવવાની ઉમ્મીદ જાગી સમગ્ર
પ્રોગ્રામમાં ખુબ મજા આવી.ડો. હીતેષ શુકલાએ જણાવ્યું હતું કે, આજનો ડો. વાયબ્રન્ટ ૨૦૧૭ પ્રોગ્રામ અદ્દભૂત રહ્યો છે ડો.ની માટે અગત્યની વસ્તુ છે. લીડ વીથ લવ ગ્રોથ વીથ પેશન આ વિચારે અને આળગ વધે