લોકડાઉનનાં સ્વરૂપમાં કેટલીક મહત્વની છૂટછાટો : કુદરતના ન્યાયમાં દેર હોતી હૈ, અંધેર કભી નહીં !
કોરોના-વાઈરસે કાળો કહેર સજર્યા પછી અને લોકડાઉન અનિવાર્ય મુશિબતો-મુશ્કેલીઓની પીડા વેઠયા પછી કોરોનાની ગાડી પાટા ઉપર ચઢવાનાં શુભ સંકેત મળી રહ્યા છે અને લોકડાઉનનાં સ્વરૂ પમાં કેટલીક મહત્વની છૂટછાટો સત્તાવાળાઓ જાહેર કરવામાં આવી છે. એ હાલતૂર્ત નોંધપાત્ર રાહતરૂ પ બની રહે તેમ છે. આપણે ત્યાં એવી કહેવત કે, ગુજરતના ન્યાયમાં દેર હોઈ શકે છે, પરંતુ અંધેર કભી નહીં. કોરોના વિશ્ર્વવ્યાપી છે અને તે આખી માનવજાતમાં હાહાકાર સર્જી ચૂકયો છે.ભારત એમાંથી મૂકત નથી રહી શકયું. દેશના જુદા જુદા રાજયોમાં એની સારી બૂરી અસર પડી છે. અને તે ચાલુ રહી છે.
આમ છતાં આપણા વડાપ્રધાને આ ખોફનાક સમસ્યાને એકંદર એવી રીતે કાબુમાં રાખવાની તજવીજ કરી છે અને સમગ્ર રાષ્ટ્રની સવા અબજ જેટલી જનતાનો વિશ્ર્વાસ જીતીને અમેરિકા, બ્રિટન, ઈટાલી, ચીન વગેરે વિકસિત રાષ્ટ્રો હજુ ગોટે ચડયા છે. અને હાંફવા લાગ્યા છે. એમની સરખામણીમાં કોરોનાના હાહાકાર તેમજ ખાના ખરાબી વચ્ચે આપણા દેશની મોટાભાગની પ્રજામાં બધા સારા વાના થઈ રહેશે એવી શ્રધ્ધા જગાડીને પૂરેપૂરી હામ પૂર્વક આની સામે બાથ ભીડવાનો જોમ તથા જુસ્સો ટકાવી રાખ્યા છે. એ નાની સૂની વાત નથી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સહિત જગતના ટોચના નેતાઓને તથા ભારતના તમામ રાજકીય પક્ષોના નેતાઓને દંગ કરી દીધા છે. ખૂદ વિશ્ર્વના ટોચના નેતાઓની એમણે શાબાશી પ્રાપ્ત કરી છે.
હમણા હમણા સાંપડતા અહેવાલોમુજબ, રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાના નવા કિસ્સાઓ સંબંધમાં જે તમામ ગણતરીઓ અને તપાસને અંતે એકંદર સુખદ અને રાહતરૂ પ ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં સાધારણ કથળેલી જણાયેલી હાલત તાકીદના ધોરણે પૂર્વ સાવચેતીનાં અને સુધારા વધારાનાં પગલાને એકસો ટકા થાળે પડી ગઈ છે. અને ‘ઓવર ઓલ પરિસ્થિતિ’ પૂર્ણપણે અંકુશમાં આવી ચૂકી છે.
હાલનાં સંજોગોમાં ‘કોરોના’ ગાડી વિલંબવિના પાટા ઉપર પાછી ચઢી જવાનાં અને સમગ્ર પરિસ્થિતિ થાળે પડી જવાના શુભ સંકેત સાંપડયા છે. એનાં પરિણામે લોકડાઉનનાં સ્વરૂ પમાં કેટલીક મહત્વની છૂટછાટો અપાઈ છે.
આપણામાં કહેવત છે કે, કુદરતનાં ન્યાયમાં દેર હોઈ શકે, પણ અંધેર તો નહિ જ ! આ કહેવત ‘કોરોના’ની ગતિવિધિઓને પણ લાગૂ પડે જ, એમ કોણ નહિ માને ?…આ તકે લોકોના વિશાળ હિતમાં ભારપૂર્વક કહેવું જ પડે તેમ છે કે, ‘કોરોના વાયરસ’ની પ્રકૃતિ હવે ગરીબ-અમીર લોકો સારી પેઠે જાણી ચૂકયા છે.‘લોકડાઉન’નો અનિવાર્ય ઔષધિ તરીકે આશરો લેવો જ પડે છે. ‘કોરોના’ શત્રુને મ્હાત કરવા થોડીઝાઝી મુશ્કેલીઓ પણ વેઠવી પડે, સરવાળે એ લોકોના હિતમાં જ બની રહે છે.
વડાપ્રધાને તેમના રાષ્ટ્રજોગો પ્રવચનમાં પ્રજાને એવીસલાહ આપી જ હતી કે, ‘જાન હૈ તો જહાંન હૈ’…. અત્યારને તબકકે જાત જીવતાં રહેવું, અને બીજા બધાને જીવતા રાખવા એ જરૂ રી છે. હવે મુશ્કેલીઓ ઓછી થતા થતા એનો અંત પણ આવી જશે…
આપણે ‘કોરોના’ની સામે શ્રધ્ધાભરી બાથ પણ ભીડીએ અને વૈષ્ણવતાની વાટ પણ જલતી રાખીએ, એ ડહાપણ ભર્યું લેખાશે. સૂર અને અસૂર વચ્ચેની લડાઈમાં અસૂરો જ પરાજિત થયા છે. દાનવ અને માનવ વચ્ચેની લડાઈમાં માનવો જ વિજયી બન્યા છે.
દૈત્યો કદાપિ જીત્યા નથી.
રાક્ષસો કદાપિ વિજયી બન્યા નથી.
મહિષાસૂર દુગાશકિતના હાથે ખતમ થયો હતો.
આદ્યશકિત, જગદંબા શકિત ‘કોરોના’ને બૂરી રીતે મ્હાત કરશે, એમ માનવજાતની શ્રધ્ધા કહે છે, જે અ્માધ છે, ને અખૂટ છે. લોકડાઉનની ગાડી પાટા ઉપર ચઢવાનાં અહેવાલો શુભસંકેત છે. લોકડાઉનનાં સ્વરૂ પમાં કેટલીક મહત્વની છૂટછાટો અપાઈ છે, એ લોકડાઉનના અંત સુધી પહોચી પહોચી જશે એમ પ્રજાની ભકિતભીની શ્રધ્ધા અને વૈષ્ણવતાની હરહંમેશ અજેય રહેતી આવેલી વાટ દર્શાવે છે, ‘અબતક’ આ શ્રધ્ધામાં જોડાય છે!