એશિયાનું સૌી મોટું નેટવર્ક ભાજપ સરકારે વિકસાવ્યું છે: રાજકોટ ગ્રામ્ય બેઠકના મતવિસ્તારમાં ભાજપ્ના ઉમેદવારનું ભવ્ય સ્વાગત
રાજકોટ વિધાનસભા-૭૧ ના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાએ તેમના પ્રચારને વેગીલો બનાવતા વિવિધ વિસ્તારમાં પદયાત્રા કરી લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમ્યાન વોર્ડ નં.૧૨ તા અન્ય વિસ્તારમાં જુ સભા કરી હતી. તમામ વિસ્તારના લોકોએ લાખાભાઈનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. વિવિધ વિસ્તારમાં લોકો સો જુ સભા દરમ્યાન સંવાદ કરતા લાખાભાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુડ ગવર્નન્સ નહીં, પરંતુ ઈ-ગવર્નન્સનો વ્યૂહ અપ્નાવી ગામડાને ઈ-નેટવર્કી વિશ્વ સો જોડ્યુ છે. ગામડાનો માનવી ખેડૂત માર્ગદર્શન માટે વિશ્વના ખેડૂત સો સીધો સંપર્ક કરી શકે તેવું ઈન્ટરનેટ કનેક્ટિવીટી હેઠળ એશિયાનું સૌી મોટું ભાજપ સરકારે વિકસાવ્યું છે.
ગામડાં ભારતનો પ્રાણ છે, સાચું ભારત ગામડામાં વસેલું છે ત્યારે ગામડાના સર્વાંગી વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય ની. મહાત્માં ગાંધીજીએ પણ ગ્રામ સ્વરાજ્યનું સ્વપ્ન સેવ્યું હતુ અને ગામડા પોતાના સર્વાંગી વિકાસ માટે આત્મનિર્ભર બને તેવી એમણે હિમાયત કરી હતી.
સુરેશભાઈ રામાણીએ જુ સભા સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના ગ્રામ ઉત્કર્ષના સપ્નાને સાકાર કરવા સમગ્ર દેશમાં ઉડીને આંખે વળગે તેવા પ્રયાસો દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રે અનેક નવતર પહેલ કરી છે. પ્રત્યેક ગામને ૨૪ કલાક સતત અને ગુણવત્તાયુક્ત વિજળી તેમજ શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધાને કારણે આત્મા ગામડાનો અને સુવિધા શહેરની એ મંત્ર સો ગુજરાતના ગામડાં શહેરની જેમ વિકસી રહ્યાં છે.
ભાજપ સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના સ્વાવલંબન અને સશક્તિકરણ દ્વારા મહિલા સાહસિકતાને ગ્રામ વિકાસમાં જોડીને અન્ય રાજ્યોને રાહ ચિંધ્યો છે.
રસીકભાઈ કાવડીયાએ જુ સભા સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે જૂના-પુરાણા મહેસૂલ-જમીનના કાયદાઓમાં સમયાનુકૂળ પરિવર્તનો માટેના સુધારા કરીને ગ્રામ વિકાસની સો ગ્રામજનોના હક્કો અને હિતોના રક્ષણ માટે ટેકનોલોજીનો સાર્વત્રિક વિનીયોગ કર્યો છે. સો ગ્રામીણ જનતા માટે તેમની સમસ્યાના ત્વરીત ઉકેલ માટે અને યોજનાઓ ઘર આંગણે મળે તે માટે તેમની સમસ્યાના ત્વરીત ઉકેલ માટે અને યોજનાઓ ઘર આંગણે મળે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમનો સફળતાપૂર્વક અમલ કરી સામાન્ય ગ્રામજનના ઘરઆંગણે જઈને તંત્રએ તેમની ફરીયાદોને સાંભળીને સંતોષકારક ઉકેલ કર્યો છે.લાખાભાઈ સો લોકસંપર્ક દરમિયાન જે. ડી. ડાંગર, નરશીભાઈ કાકડીયા, યોગરાજસિંહ જાડેજા, સુરેશભાઈ રામાણી, મૌલીકભાઈ દેલવાડીયા, રૂપેશભાઈ ડોડીયા, રમણીકભાઈ દેવડીયા તા બહોળી સંખ્યામાં કાર્યકર્તા, તમામ સમાજના આગેવાનો અને સંસના અગ્રણીઓ હાજર રહ્યા હતા.