સામાન્ય રીતે આપણે હળવાશ અનુભવવાનું અને મગજની બેટરી રીચાર્જ કરવા કોફી પીવે છે. પરંતુ પુરુષો માટે કદાચ કોફી સારા કરતાં ખરાબ અસર વધુ પેદા કરે છે. વિજ્ઞાનીઓ કહે કે કોફીની અસર સ્ત્રીઓ અને પુરુષો પર જુદી જુદી પડે છે.
કોફી પુરુષોને વધુ તાણયુક્ત બનાવે છે, તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને તાણ વચ્ચે કામ કરવાનું તેમના માટે મુશ્કેલ બનાવે છે. બીજી તરફ સ્ત્રીઓ પર કોફીની કોઈ ખરાબ અસર થતી નથી અને તેઓ કોફી પીધા પછી વધુ કાર્યક્ષમતા દેખાડે છે.
સ્ત્રીઓ અને પુરુષોને કોફી કઈ રીતે અસર કરે છે એ વિશેનો પ્રથમ અભ્યાસ કરનાર ડોક્ટર લિન્ડસે સેન્ટ ક્લેર કહે છે, આ અભ્યાસના તારણો એવું સ્પષ્ટ સૂચવે છે કે કોઈ મહત્ત્વની બેઠક પહેલાં કોફી પીવાનું પુરુષો માટે હિતકારક નથી. આ અભ્યાસમાં 100 જેટલા પર પ્રયોગ થયા હતા અને એ દરમિયાન તેમનાં વિડિયો શૂટિંગ પણ થયા હતાં. આ પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે કોફી પીધા પછી પુરુષો શારીરિક રીતે વધુ તાણયુક્ત જણાતા હતા અને એકથી વધુ લોકોની સામે બોલતી વખતે તેઓ અસ્વસ્તા અનુભવતા હતા, જ્યારે કોફી પીધા પછી સ્ત્રીઓ વધુ સ્વસ્થ જણાતી હતી.