વર્ષ 2027 સુધીમાં સરકાર નેચરલ ગેસમાં 5 ટકા બાયોગેસ બ્લેન્ડ કરી શકાશે !!!

પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડીંગ ના નિર્ણય બાદ સરકારે બાયોગેસ માટે સારી એવી યોજના અને નિયમો લાગુ કરાવ્યા છે જેમાં બાયોગેસ માટે સારા દિવસો આવી રહ્યા છે કારણકે અત્યાર સુધી સરકાર બાયોગેસની ખરીદી કરતું ન હતું જે હવે ખરીદી કરશે અને સરકારે એ વાતની પણ ગંભીરતાથી નોંધ લીધી છે કે વર્ષ 2027 સુધીમાં નેચરલ ગેસમાં 5 ટકા બાયોગેસને બ્લેન્ડ કરવામાં આવશે. જેના માટે સરકાર ગેસ પાઇપલાઇનને પાથરી દેશે અને નેચરલ ગેસ ના માર્કેટરોને પાંચ ટકા બાયોગેસ બ્લેન્ડ કરવા માટેનું પણ સૂચવ્યું છે.

અત્યાર સુધી બાયોગેસની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી ન હતી જે હવે કરવામાં આવશે. એટલું જ નહીં સરકાર ગેસ ના મિત્ર કોને પણ બાયોગેસ નું વેચાણ કરવા માટે પણ જણાવશે એટલું જ નહીં સરકારે તે વાદળી પણ ગંભીરતા લીધી છે કે વર્ષ 2023 દરમિયાન 1 ટકા બાયોગેસને બ્લેન્ડ કરવામાં આવશે,વર્ષ 2024 સુધીમાં 3 ટકા, અને વર્ષ 2027 સુધીમાં 5 ટકા બાયોગેસ બ્લેન્ડ કરવામાં આવશે. હાલ 37 જેટલા બાયોગેસ પ્લાન્ટ માં ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને પ્રતિ દિવસ 25000 ટન જેટલું બાયોગેસનું ઉત્પાદન પણ કરવામાં આવે છે ત્યારે સરકારની આ નીતિ બાયોગેસ માટે ખૂબ ઉપયોગી નીવડ છે અને જે નેચરલ ગેસ ઉપરનું જે ભારણ છે તેમાં પણ ઘણા ખરા અંશે ઘટાડો આવશે.

સરકાર બાયોગેસ પ્લાન્ટ ઉભા કરનારી સંસ્થાઓને પણ સતત પ્રોત્સાહન આપશે અને જે મુજબ 3,800 લેટર કંપનીઓને આપવામાં આવ્યા છે કે જેઓ બાયોગેસ પ્લાન્ટ ઉભો કરવા માંગતા હોય તો બીજી તરફ સરકારના બાયોગેસ ને સપોર્ટ કરવાની નીતિ ઇથેનોલના વિતરણમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.