સરકાર કસ્ટમની કામગીરી ‘ફેસલેસ’ કરવા તૈયાર

દેશભરમાં સરકાર માટે જે આવકનો સ્ત્રોત ઉભો કરતો હોય તો તે સીબીડીટી અને સીબીઆઈસી છે. સરકાર સીબીડીટીમાં ઘણાખરા ફેરફાર અને નવી યોજનાઓને અમલી બનાવવા માટે કામગીરી હાથ ધરેલી છે ત્યારે એવી જ રીતે નાણા મંત્રાલય દ્વારા સીબીઆઈસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓની કામગીરી ફેસલેસ કરવા માટે તખ્તો બનાવી રહ્યું છે. હાલ કસ્ટમસ વિભાગે સમગ્ર ભારતમાં કસ્ટમ્સની કામગીરીને ફેસલેસ કરવા માટેની મંજુરી પણ માંગેલી છે. હાલના તબકકે જે વેપારીઓ આયાત નિકાસ સાથે સંકળાયેલા અને જોડાયેલા છે તેઓને એસેસમેન્ટમાં ઘણીખરી તકલીફનો સામનો કરવો પડે છે. આ તકે નાણા મંત્રાલય દ્વારા કસ્ટમ્સમાં તમામ કામગીરી ર્નિવિવાદિત બનાવવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સીબીઆઈસીએ પ્રપોઝલ મુકયું છે કે જે હાલમાં કમિશનરેટ છે તેને નેશનલ એસેસમેન્ટ કમિશનરેટ અને જયુરીક્ષડિક્ષનલ પોર્ટ કમિશનરેટ બનાવી કસ્ટમ્સની કામગીરીને સરળ કરાવી શકાય.

ફેસલેસ એસેસમેન્ટ મારફતે જે આયાત અને નિકાસ સાથે સંકળાયેલા વ્યાપારીઓ છે તેમાં જે રીતે અસેસમેન્ટ ઓફિસર જે રીતે અસેસમેન્ટ કરી વ્યાપારીઓ સાથે જે વ્યવહાર કરે છે તેમાંથી તેઓને દુર રાખવા ફેસલેસ એસેસમેન્ટની વાતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે જેમાં હવે અસેસીંગ ઓફિસર, વ્યાપારી અને એજન્ટ એકબીજા સામે પરોક્ષ રીતે નહીં પરંતુ ટેકનોલોજી મારફતે જોડાશે જેથી કસ્ટમ્સની કામગીરીમાં પૂર્ણત: પારદર્શીતા જોવા મળશે. આ સિસ્ટમ અમલી બનતાની સાથે જ સમગ્ર ભારતમાં એક સાથે તેને એક સમાન કસ્ટમ્સ એસેસમેન્ટની કામગીરી અમલી બનશે જેમાં ટ્રાન્ઝેકશન કોસ્ટ સહિત અન્ય ખર્ચ ઉપર પર નિયંત્રણ રખાશે. નવી યોજનાની અમલવારી થતાની સાથે જ એરકાર્ગો તથા દરિયાઈ માર્ગે આવતા જતા ચીજવસ્તુઓનું કસ્ટમ્સ કલીયરન્સ ઝડપભેર કરવામાં આવશે જેથી સમયમાં ઘણો ખરો બચાવ પણ થશે. આ પ્રક્રિયા અમલી બનતાની સાથે જ આયાત નિકાસ કરતા વ્યાપારીઓને ઘણી ખરી સવલત પણ મળવાપાત્ર રહેશે અને તેઓ તેમનો વ્યાપાર સરળતાથી કરી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા કસ્ટમ્સની કામગીરીમાં સુધારા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવાઈ છે જેમાં ઈસંચિત ડાયરેકટ પોર્ટ ડિલેવરી સહિત અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી કસ્ટમ્સની કામગીરીમાં જે સમય લાગતો હતો તેને ઓછો કરવા અને વ્યાપારીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ઘણા સુધારાઓ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એવી જ રીતે તુરંત સુવિધા કેન્દ્ર ઉભા કરી વ્યાપારીઓના માલ-સામાનને  વહેલાસર કસ્ટમ્સ કલીયરન્સ મળી રહે અને સમગ્ર પ્રક્રિયા ફેસલેસ બને તે માટે નવી યોજના અંગેની મંજુરી મળે તેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

  • ‘તુરંત સુવિધા કેન્દ્ર’ થકી એસેસમેન્ટ પઘ્ધતિ એકસમાન બનાવાશે: વ્યાપારીઓને પારદર્શીતાનો મળશે લાભ

હાલના તબકકે જે રીતે કસ્ટમ્સની કામગીરી અને કસ્ટમ્સ એસેસમેન્ટમાં જે પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે તેનાથી એસેસમેન્ટ પઘ્ધતિ એક સમાન બનાવવા માટે તુરંત સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવશે જેથી વ્યાપારીઓને પણ એસેસમેન્ટમાં પારદર્શીતા જોવા મળે તે હેતુસર તુરંત સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવશે. જેમાં આ કેન્દ્ર અનેકવિધ કામો કરશે જેમાંથી બોન્ડ તથા બેન્ક ગેરેન્ટીને સ્વિકારવું. ટેસ્ટ મેમો જનરેટ કરવો, સેમ્પલોને ફોરવર્ડ કરવા, અસેસમેન્ટ અંગે કરવામાં આવેલી લેટ ફીની પ્રોસેસ સહિત અનેકવિધ ટેકનિકલ ફંકશનોને તુરંત સુવિધા કેન્દ્ર પૂર્ણ કરી વ્યાપારીઓને પ્રોત્સાહિત કરાશે ત્યારે એ વાતનો પણ પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે કે ફેસલેસ અસેસમેન્ટ ગ્રુપ કઈ રીતે આ પ્રક્રિયાને અમલી બનાવે છે અને વેપારીઓને તેનો મહતમ લાભ મળી રહે તે દિશામાં પણ આવનારા સમયમાં કામગીરી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.