તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગ્રા શહેર ખાતે નેશનલ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૯ નું આયોજન થવા પામ્યું હતું જેમાં કુસ્તી સ્પર્ધા ૭૪ વેઇટ કેટેગરીમાં ગોંડલના યુવાન જય વસંતભાઈ પટોડીયા એ ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન બની ગોંડલ અને ગુજરાતને ગૌરવવંતુ કર્યું છે.
ગોંડલના ઇતિહાસમાં કુસ્તીમાં નેશનલ ચેમ્પિયન ગોલ્ડ મેડલ વિજેતા બનવાનું પ્રથમ સૌભાગ્ય પ્રાપ્ત કરનાર યુવાન જય પટોડીયા એક સામાન્ય પરિવાર નો યુવાન છે. પિતા સુરત ખાતે ખાનગી નોકરી કરી રહ્યા છે અને જય જે.જે.કુંડલીયા કોલેજ રાજકોટ ખાતે એમ.કોમ.માં અભ્યાસ સાથે ગોંડલમાં ફેબ્રિકેસન નું કામ કરી ઘર ગુજરાન ચલાવવામાં મદદ કરી રહ્યો છે.
બે ભાઈઓ ના પરિવારમાં નાના અને બાળવયથી જ ખડતલ જય તેના મિત્ર વર્તુળમાં ખલી પહેલવાન તરીકે ઓળખાય છે અને જય પટોડીયાએ સમર ઓલિમ્પિક્સ માં ૭૪ વેઇટ કેટેગરી કુસ્તીમાં નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવ્યું છે.
જય પટોળીયા ની આ સિદ્ધિ બદલ ગોંડલ ની વિવિધ સંસ્થાઓ એ સાથે મળી તેની સિદ્ધિ ને બિરદાવી હતી.
ગોંડલ સાહિત્ય વર્તુળ અને ગોંડલ, સાઇકલ હેલ્થ કલબ, યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ અર્વાચીન દાંડિયા ગ્રુપ શિશુ મંદિર શાળા પરિવાર આરએચ ગ્રુપ શહીદ નામી-અનામી સંસ્થાઓ અને શુભેચ્છકો દ્વારા તેની સિદ્ધિ ને બિરદાવવામાં આવી હતી. આ કુસ્તી અંગે જય પટોળીયા અને તેના કોચ ક્રિષ્ના જોશીએ જણાવ્યું હતું કે નેશનલ લેવલની આ ફાઇટમાં છ સ્પર્ધકો હતા જેમાં એક સ્પર્ધક ઘાયલ થતા જયને પાંચ સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવી પડી હતી અને ફાઇનલ આગ્રાના શાંતિનિકેતન સ્કૂલના વિદ્યાર્થી સાથે રમવા પામી હતી જેમાં જયનો દશ પોઇન્ટ ડિફરન્ટ થી વિજય થવા પામ્યો હતો