ગણિત જેવા અઘરા વિષય ને ઓનલાઈન કેમ શીખવું અને કેમ શીખવવું એ જ્યારે બધા માટે સમસ્યા નો વિષય છે અને બાળકો ઓનલાઈન થી કંટાળી રહ્યા છે ત્યારે ગોંડલ ના સુપરસિકસ બાળકો કઈક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે.
” મન હોય તો માળવે જવાય “.આ કહેવત ને યથાર્થ સિદ્ધ કરતાં ગોંડલ માં 6 ટાબરીયાઓ એ કોરોના ની આ મહામારી વચ્ચે પોતાની પ્રતિભા ખીલવી છે. પરફેક્ટ કલાસીસ અને બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર માં હાલ માં માં ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ અબેકસ મેથડ પર ગજબ ની પકડ મેળવી ને ગણીત ને જાણે કે રમત બનાવી દીધું છે.
ભૂત ધ્વનિ ભાવેશભાઈ , ગોંડલીયા મુદ્રિકા શૈલેષભાઇ , જગડા પાર્થ ભાવેશભાઈ , જોશી સમર્થ મનીષભાઈ , ધાધલ ધૈર્ય વિનોદભાઈ , અને કાલરીયા સર્વાંગ રાકેશભાઈ .આ 6 બાળકો 16 મી યુસીમાસ ની સ્ટેટ લેવલ કોમ્પિટિશન માં ભાગ લેવા જઇ રહ્યા છે. સાવ સામાન્ય એવા સરવાળા બાદબાકી , કે ગુણાકાર , ભાગાકાર શીખવા તે બાળકો અને માતા પિતા માટે માથાનો દુખાવો થઇ ગયો છે ત્યારે આ બાળકો એ કોપ્યુટર કે લેપટોપ પર રેન્ડમ કોઈ પણ નમ્બર જોઈ ને સીધો જ જવાબ આપી દે છે.
કોઈ પણ વ્યક્તિ ના દસ આંકડા નો મોબાઈલ નમ્બર બોલો અને બોલવા નું પૂરું થાય ત્યાં તો તરત જ આ ટાબરીયાવ પાસે જવાબ હાજર. સમય ની સાથે બદલાતા ટેકનોલોજી ના પ્રવાહ ના ઓનલાઈન સોફ્ટવેર પર છેલ્લા 3 મહિના થી આ બધા પ્રેકટીસ કરી રહ્યા છે અને હવે અબેકસ ની મેન્ટલ એરિથમેટિક ઓનલાઈન સ્ટેટ લેવલ સ્પર્ધા માં ભાગ લઈ અને પોતાની પ્રતિભા સિદ્ધ કરશે.
આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ કલાસીસ ના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે શિક્ષણ પદ્ધતિ માં સમય સાથે બદલાવ આવ્યો છે. માત્ર ગણિત ની દ્રષ્ટિએ ન જોતા કોઈ પણ વિચારે તો ખ્યાલ આવે કે 8 મિનિટ માં 200 દાખલા ગણવા માટે કોઈ પણ બાળકે પોતાની ઝડપ , એકાગ્રતા , લોજિક , નિરીક્ષણ , નો પણ ઉપયોગ કરવો પડશે.અને ભવિષ્ય માં દરેક તબક્કે કોઈ પણ પ્રકાર ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ આ બાબતો ની તેમને જરૂર પડવા ની છે ત્યારે આ બાળકો એ નાની ઉંમરે આ મહારથ મેળવી ને લોકો ને અચંબિત કરેલ છે. આ બાળકો ને રજનીસભાઈ રાજપરા , ઈશાની ભટ્ટ અને જાનવી રાજ્યગુરુ દવારા તાલીમ આપી ને તૈયાર કરેલ છે.