ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદામૈયાએ સૌરાષ્ટ્રમાં દુષ્કાળ અને પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી છે. જે સૌરાષ્ટ્રના ગામે-ગામે ઉનાળાના આરંભે પાણીના એક-એક બેડા માટે મહિલાઓ દિવસભર રઝળપાટ કરવી પડતી હતી. બેડા યુદ્વ જામતા હતા.
પાણી માટે લોહિયાળ જંગ ખેલાતા હતા તે સૌરાષ્ટ્રની નર્મદાના નીરે સિકલ ફેરવી નાંખી છે. ઉનાળાના આરંભે તળાવ અને ડેમ ક્રિકેટના મેદાન બની જતા હતા. તે સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલુ રાજાશાહી સમયનું વેરી તળાવમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવતા તળાવ છલકાય ગયુ હતું. ગોંડલવાસીઓની પાણીની સમસ્યા એક જાટકે હલ થઇ જવા પામી છે.