- રાજપૂત ભવન ખાતે સર્વજ્ઞાતિની બેઠક મળી
- જાતિય સતામણીનો ભોગ બનેલા બાળકને ન્યાય માટે મામલતદારને આવેદન પત્ર પાઠવાયું
ગોંડલ શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્વારા બે સગીર દ્વારા બાળક પર કરાયેલા જાતિય અત્યાર અંગે ન્યાય આપવા મામલતદાર ને આવેદનપત્ર અપાયુ હતુ. સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 19/3/2025ના રોજના બનાવમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ આ કેસમાં પોલીસે એક તરફી કાર્યવાહી કરી મયુરસિંહ દિલીપસિંહ ઝાલા તથા દર્શનસિહ દિલીપસીહ ઝાલાની ધરપકડ કરી જેલહવાલે કરાયા છે. સામા પક્ષે મયુરસિંહ ઝાલાની કરિયાદ અંગે હજુ આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમની ફરિયાદ નજરઅંદાજ કરી દેવામાં આવેલું છે.
જે અનુસંધાને સગીર ક્ષત્રિયને ન્યાય અપાવવા માટે રાજપુત ભવન ખાતે સર્વ જ્ઞાતિઓને સાથે રાખી ક્ષત્રીય સમાજ દ્વારા બેઠકનુ આયોજન કરાયુ હતુ. જેમાં જ્ઞાતિ વિગ્રહ માટેની બેઠક નથી તેવી સ્પષ્ટતા કરાઇ હતી. સગીર દ્વારા બાળક ને છેલ્લા એક મહીનાથી જાતીય સતામણી કરી હેરાન કરાઇ રહ્યો હતો તેના સમર્થનમાં બધા એકત્રીત થયાનુ જણાવાયુ હતુ. બનાવને કેટલાક પરીબળો દ્વારા જ્ઞાતિવાદનો રંગ લગાવાયો હોય રોષ પણ વ્યક્ત કરાયો હતો. જે બાળક ની સતામણી કરાઇ હતી તે સત્યજીતસિહ નાં મામા ત્રાપજ ના પ્રતિપાલસિંહ ગોહેલે મારો ભાણેજ એક મહીનાથી માનશીક યાતના ભેગવતો હતો.બન્ને સગીરો દ્વારા નશો કરી જાતીય સતામણી કરાતી હતી. મારા માશુમ ભાણેજને ન્યાય મળવો જોઈએ તેવુ જણાવ્યુ હતુ. રવિરાજસિંહ જાડેજાએ ઉગ્ર ભાષામાં કહ્યુ કે રાજુ સખીયા આ ઘટનામાં રાજકીય રંગ સાથે કોમવાદ ફેલાવી રહ્યો છે. પટેલ સમાજ તથા દરબાર સમાજ વચ્ચે પોંખવાનાનાં પારીવારીક સબંધો વરસોથી ચાલ્યા આવ્યું છે. એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલાએ કહ્યુ કે જેમને આરોપી બનાવાયા છે તે મયુર સોલંકી ધણા વરસોથી બાળકોને ક્રિકેટ શિખવે છે. પાછલા ગ્રાઉન્ડમાં દારૂ-ગાંજો વેંચાય છે અને પીવાય છે. આવા માહોલમાં મયુર સોલંકી ક્રિકેટ કોચ તરીકે કામ પણ કરે છે અને ક્રિકેટ શિખતા બાળકોનુ રક્ષણ પણ કરે છે. પાટીદાર મીટીંગમાં દરબારોને ગુંડા કહેવાયા અને એક પરીવારને બદનામ કરવા પ્રયત્ન કરાયા. શું ગોંડલમાં પટેલો અને દરબારો દુશ્મન છે? આ ગોંડલની શાંતિ ડહોળવાની હીન ચેષ્ટા છે. ભરૂડીનાં ઇન્દ્રજિતસિંહ ઝાલાએ પાટીદાર મીટીંગમાં વક્તવ્ય આપનાર પિન્ટુભાઈ સાટોડીયાને આડે હાથ લઈ કહ્યુ કે આ ભાઇ ગોવાનાં ક્લબો ચલાવે છે. મકાન પણ ગેરકાયદેસર છે. જયરાજસિંહનો પરીવાર લોકોનાં કામ કરે છે. જયરાજસિહ છે તો ગોંડલની સુખ શાંતિ છે તેવુ જણાવી ગોંડલમાં જ્ઞાતિ જ્ઞાતિઓ વચ્ચેનાં ભાઇચારાને કેટલાક તત્વો દ્વારા તોડવાનાં થઇ રહેલા પ્રયત્નો ને નિંદનીય ગણાવી આક્રોશ વ્યકત કર્યો હતો.
બેઠક બાદ વિશાળ સંખ્યામાં રેલી સ્વરુપે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર અપાયુ હતુ.અને ગોંડલ માં કોમી એકતા જાળવવા અપીલ કરાઈ હતી.
પાટીદાર સમાજ દ્વારા ગોંડલ બંધનું એલાન મોકુફ :સગીરનાં પિતાની જાહેરાત
ગોંડલ પાટીદાર સમાજ દ્વારા સગીર ને માર મારનારા આરોપીઓ સામે કેટલીક કલમો ઉમેરવાની માંગ સાથે આવતીકાલ શનિવાર નાં ગોંડલ બંધનુ એલાન અપાયુ હતુ પરંતુ મોડી સાંજે સગીર નાં પિતા સમીરભાઈ સાટોડીયાએ પોલીસ તંત્ર તથા આગેવાનો એ અમોને ન્યાય ની ખાત્રી અપાઇ હોય બંધ નુ એલાન રદ કરાયાનુ જણાવાયુ છે.શહેરમાં ધંધા રોજગાર ચાલુ રાખવા તેમણે અપીલ કરી હતી.
ગુંડાઓની કોઇ જાતિ હોતી નથી: ધારાસભ્ય રાદડિયા
- ક્ષત્રિય-પાટીદારના સગીરો વચ્ચે મારામારીનો મામલો
- પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય જયેશભાઇ અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સગીરના ખબર-અંતર પૂછ્યા
ગોંડલમાં સગીરને ધોકાવડે માર માર્યાની ઘટનાએ ગોંડલનો માહોલ ગરમ કર્યો છે. સગીર દ્વારા બાળકની જાતીય સતામણી થઇ હોય તેના સમર્થનમાં ક્ષત્રીય સમાજ દ્વારા લાલ પુલ પાસે આવેલા રાજપુત ભવન ખાતે સર્વ સમાજની બેઠક બોલાવી બનાવને જ્ઞાતિવાદનો રંગ અપાયાનું જણાવી રોષ વ્યક્ત કરાયો હતો. બાદ માં વિશાળ સંખ્યામાં મામલતદાર કચેરીએ પંહોચી બનાવ અંગે તટસ્થ તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવા માંગ કરી આવેદનપત્ર અપાયુ હતુ.
દરમિયાન માર મારવાની ઘટના બાદ સગીરને કૃષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયો હોય ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા તથા જેતપુરનાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા હોસ્પિટલ દોડી જઇ સગીરનાં ખબર અંતર પુછી તેના પરિવારને સાંત્વના આપી હતી.બાદ માં બન્નેએ જણાવ્યુ હતુ કે સગીર ને માર મારવાની ઘટના નિંદનીય છે. જેને વખોડી કાઢીએ છીએ અને અમે પાટીદાર સમાજ સાથે છીએ. સમગ્ર મામલામાં ઘટતી કલમોનો ઉમેરો કરાશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને રજુઆત કરીશુ. ગુંડાઓની કોઈ જાત હોતી નથી. આ બનાવમાં જ્ઞાતિવૈમનસ્યના થાયએ જોજો. બન્ને આગેવાનોએ ઉપસ્થિત પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સમયે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા પણ સાથે રહ્યા હતા.