મૈત્રી કરાર કરી ત્રણ માસ સાથે રહ્યા બાદ માર મારી સગર્ભા યુવતીને કાઢી મુકી

ગોંડલ તાલુકાના પાટ ખીલોરી ગામની યુવતી જુના વાઘણીયા ગામના શખ્સના પરિચયમાં આવતા બંનેએ ત્રણ માસ પહેલાં મૈત્રી કરાર કર્યા બાદ મારકુટ કરી કાઢી મુકતા સર્ગભા યુવતીએ જુના વાઘણીયાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુના વાઘણીયા ગામના કિશોર ભીખા ચાવડા નામના 23 વર્ષના યુવાનના પરિચયમાં આવેલી પાટ ખીલોરીની યુવતી ત્રણ માસ પહેલાં બંને ભાગી ગયા હતા. કિશોર ચાવડાએ મૈત્રી કરાર કરી પોતાના ઘરે જુના વાઘણીયા ગામે લઇ ગયા બાદ અવાર નવાર શરીર સંબંધ બાધતા યુવતીને બે માસનો ગર્ભ રહ્યો હતો.

કિશોર ચાવડાના પરિવાર દ્વારા યુવતીને મારકૂટ કરી ત્રાસ દઇ ઘરમાંથી કાઢી મુકયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. યુવતીએ પોતાના પર બળાત્કાર ગુજારી બે માસનો ગર્ભ રાખી દીધાનું જણાવતા ગોંડલ તાલુકા પોલીસે યુવતીના મેડિકલ ચેકઅપ માટે રાજકોટ હોસ્પિટલમાં લાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.