રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગોંડલની જેલમાંથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી નિખીલ દોંગા ગેંગના એક ડઝનથી વધુ શખ્સો સામે ગુજશીટોક હેઠળ ગુનો નોંધી જે ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો કોટડા સાંગાણી તાલુકાના મોટામાંડવા ગામનો શખ્સની દીવથી એલસીબીએ ઉઠાવી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ ગોંડલ જેલમાં હત્યાના ગુનામાં રહેલા નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખંડણી, મિલ્કત પચાવી પાડવી, ધમકી અને જમીન કૌભાંડ સહિત ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતા હોવાથી રાજકોટ રેન્જના આઈ.જી. સંદીપસિંહ અને એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફ નિખીલ દોંગા ગેંગના 12 શખ્સો સામે ગુજશીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો કોટડાસાંગાણી તાલુકાના મોટા માંડવા નામનો સુનિલ ભીમા પરમાર નામનો શખ્સ દિવ, તડ-બુચરવાડા વિસ્તારમાં હોવાનો એલ.સી.બી.ના પી.આઈ.એ.આર. ગોહિલ અને રવિદેવભાઈ બારડને મળેલી બાતમીના આધારે એ.એસ.આઈ. મહેશભાઈ જાની, કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકાશ પરમાર અને અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી સુનિલ પરમારને કેશવ હોટલ નજીક ખાતે પકડી પાડયો હતો.ઝડપાયેલા સુનિલ પરમાર ગુજશીટોક, બળજબરીથી પૈસા વસુલવા અને દારૂના ગુનામાં વર્ષ 2020થી નાસતો ફરતો હતો. અને કોટડા સાંગાણી પોલીસ મથકના ચોપડે આપઘાતની ફરજ પાડવાના અને દારૂના ગુનામાં ચડી ચૂકયો છે. જેતપૂરના ઈન્ચાર્જ ડીવાયએસપી મહિર્ષ રાવલ સહિતનો સ્ટાફ દ્વારા સુનિલ પરમારનો કબ્જો સંભાળી વધુ તપાસ માટે રાજકોટની અદાલતમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.