નિર્મળ જાનવીએ ૯૯.૯૭ પીઆર પ્રાપ્ત કરી બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવ્યું: એ-૧ ગ્રેડમાં ૧૩ વિદ્યાર્થી, એ-૨માં ૩૩ વિદ્યાર્થીઓ
સર ભગવતસિંહજીની શિક્ષણનગરી ગોંડલ તેના શિક્ષણ માટે સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહી છે. ત્યારે હાલમાં જ ધોરણ ૧૦ બોર્ડનું પરીણામ જાહેર થયું છે ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કુલ ફરી એકવાર સમગ્ર બોર્ડમાં ઝળહળી છે. આ વર્ષ પણ ગંગોત્રી સ્કૂલે બોર્ડના પરીણામોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
ગંગોત્રી સ્કુલના સુંદર પરીણામની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષ પણ ગોંડલના જાહેર માર્ગો પર શાનદાર રીતે કરી હતી. બોર્ડમાં સુંદર પરીણામ લાવનાર વિદ્યાર્થીઓને બગી પર બેસાડી ભગવદ નગરીના માર્ગો પર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરીણામની ઉજવણી કરી હતી.
ગંગોત્રી સ્કૂલના માર્ચ ૨૦૧૭ના પરીણામ પર નજર કરીએ તો નિર્મળ જાનવી ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કયુર્ં છે. વેકરીયા હિમાંશી ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડમાં ચોથુ સ્થાન, ગોહેલ કુલદીપ ૯૯.૯૨ પીઆર સાથે બોર્ડમાં આઠમું સ્થાન, કાલરીયા કિર્મી ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવમું અને સોનૈયા ધૈર્ય ૯૯.૯૦ પીઆર સાથે બોર્ડમાં દસમું સ્થાન મેળવ્યું છે. બોર્ડ ટોપ ટેનમાં ગંગોત્રી સ્કુલના ૫ વિદ્યાર્થીઓ ઝળહળયા છે. એ-૧ ગ્રેડમાં ૧૩ વિદ્યાર્થીઓ, એ-૨માં ૩૩ વિદ્યાર્થીઓ ૩૫ વિદ્યાર્થીઓ તથા
બી૨ ગ્રેડ મેળવનાર ૫૧ વિદ્યાર્થીઓ છે.
સુંદર પરીણામ લાવનાર વિદ્યાર્થીને ગંગોત્રી સ્કૂલના યુવા ચેરમેન સંદિપભાઈ છોટાળા તથા આચાર્ય કિરણબેન છોટાળાએ સ્ટાફે શુભકામના પાઠવી હતી અને ઉતમ પરિણામ લાવવા બદલ શિક્ષકો તથા મેનેજમેન્ટ ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.