છેતરપિંડીથી લગ્ન કરી જેતપુર, સુરત, સાસણગીર અને મહારાષ્ટ્રમાં લઇ જઇ નાના ભાઇની હત્યાની ધમકી દઇ આચર્યુ દુષ્કર્મ
ગોંડલના સાટોડીયા સોસાયટીની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી બીલીયાળાના શખ્સે છેતરપિંડીથી લગ્ન કરી બે મહિલા સહિત ૧૦ શખ્સોની મદદથી જેતપુર, સુરત, સાસણગીર અને મહારાષ્ટ્રમાં લઇ જઇ હત્યાની ધમકી દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના સાટોડીયા સોસાયટીમાં રહેતી અને રાજકોટની કોલેજમાં બીએસસી માઇક્રોનો અ્ભ્યાસ કરતી યુવતીએ બીલીયાળાના મયુર ચુનાભાઇ ‚પારેલીયા, ચના ભીખા રૂપારેલીયા, રોનક રાદડીયા, દિપક ઉર્ફે લાલો સુરેશ ‚પારેલીયા, હંસરાજ મનજી ડોબરીયા, જેતપુરના આશિષ પ્રવિણ વઘાસીયા, પ્રસન્નાબેન આશિષ વઘાસીયા, જોન્ટી પાંભર, પ્રવિણ વઘાસીયા, સુરતના અરવિંદ બોદર અને માનસીબેન બોદર સામે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પટેલ યુવતી અભ્યાસ અર્થે ગોંડલથી રાજકોટ બસમાં અપડાઉન કરતી ત્યારે તેની સાથે બસમાં બીલીયાળાનો મયુર રૂપારેલીયા પણ અપડાઉન કરતો હોવાથી બંને પરિચયમાં આવ્યા હતા અને મયુરે ફ્રેન્ડશીપની ઓફર કરી હતી. મયુર રૂપારેલીયા સાથે મિત્રતા બંધાયા બાદ તે પોતાના ઘરે લઇ ગયો હતો અને પોતાના માતા-પિતાનો પરિચય કરાવ્યો હતો તેમજ લગ્નની ઓફર કરી હતી પણ લગ્નની ના કહેતા મયુરે કંઇ વાંધો નહી બંને મિત્ર તરીકે સંબંધ રાખશે તેવું જણાવ્યું હતું.
ગત તા.૨-૫-૧૮ના મયુર ગોંડલ ખરીદી અર્થે આવ્યો હતો ત્યારે તેને યુવતીને મળવા માટે બોલાવી હતી ત્યારે મયુરે આવતીકાલે સોમનાથ દર્શન માટે સહપરિવાર જતા હોવાથી આવવા કહ્યું હતું પણ યુવતીએ સોમનાથ જવાની ના કહી હોવા છતાં બીજા દિવસે મયુર રૂપારેલીયા, રોનક રાદડીયા અને આશિષ વઘાસીયા કાર લઇને પોતાના ઘરે આવ્યા હતા અને બીજી કારમાં પોતાનો પરિવાર હાઇ-વે પર રાહ જોઇ રહ્યા છે તેમ કહી યુવતીને પોતાની સાથે લઇ ગયા હતા.
મયુર ‚પારેલીયા તેના મિત્રો સાથે સોમનાથના બદલે જેતપુરની એક હોટલમાં લઇ ગયા હતા ત્યાં તેને કમ્પ્યુટરની મદદથી યુવતી અને મયુરના લગ્ન થયા અંગેના ફોટા બતાવી મોબાઇલમાં વાયરલ કરવાની ધમકી દઇ જેતપુરની જ હોટલમાં બળાત્કાર ગુજાર્યા ત્યારે જેતપુરના જોન્ટી પાંભરે મોબાઇલમાં રેકોર્ડીગ કરી મોબાઇલમાં બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી દઇ લગ્નના કાગળ તૈયાર કરાવી સહી કરવાની ફરજ પાડી હતી.
બળજબરીથી લગ્ન કર્યા પૂર્વે રોનક રાદડીયાએ મયુર રૂપારેલીયાના આ પહેલાં વિરવા ગામે લગ્ન થયા હતા અને તેની પત્નીએ છુટાછેડા આપી દીધાની વિગત જણાવી હતી. રોનક રાદડીયાએ મયુરના અગાઉ લગ્ન થયા અંગેની વાત જાણી લીધા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીને તેના નાના ભાઇને મારી નાખવાની ધમકી દઇ છરી બતાવી હતી.
જેતપુરમાં બળજબરીથી લગ્ન કર્યા બાદ યુવતીને લાલાભાઇના કહેવા મુજબ પાટણવાવ લઇ ગયા હતા અને યુવતીનો મોબાઈલ મયુર રૂપારેલીયાએ લઇ તેના પરિવાર સાથે વાતચીત કરવાની ના કહી દીધી હતી.
પાટણવાવથી સાસણગીરમાં એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હયો અને ત્યાંથી સુરત અરવિંદભાઇ બોદરને ત્યાં લઇ ગયો હતો નવ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ મહારાષ્ટ્રમાં શિરડી અને શનિદેવ દર્શન કરવા ગયા હતા ત્યાંથી બીલીયાળા આવ્યા બાદ મયુર ‚પારેલીયાએ મોબાઇલમાં માતા-પિતા સાથે વાત કરાવી ત્યારે પોતાની આપવિતી વર્ણવી હતી અને બીલીયાળાથી ગોંડલ પોતાના ઘરે ગયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.