તાત્કાલિક યોગ્ય પગલા નહીં લેવાય તો લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવાની આગેવાન પ્રતિપાલસિંહ ઝાલાની ચીંમકી
સતત ટ્રાફિકથી ધમધમતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલનાકા એ પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય હોય કોંગ્રેસી આગેવાન દ્વારા હાઇવે ઓથોરિટી, ગાંધીનગર અને મુખ્યમંત્રીને બદતર હાલત ના ફોટોગ્રાફ્સ સાથે રજૂઆત કરવામાં આવી છે.
ગોંડલના રામનાથ નગરમાં રહેતા કોંગ્રેસી આગેવાન પ્રતિપાલસિંહ ઝાલા એ હાઇવે ઓથોરિટી, ગાંધીનગર અધિકારીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્રની સાથે બદતર હાલતમાં ફોટોગ્રાફ મોકલી રજૂઆત કરી છે કે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલ નાકે વ્યાપક પ્રમાણમાં વાહનચાલકો પસાર થતા હોય છે વાહનચાલકો દ્વારા પૂરતો ટોલટેક્સ પણ આપવામાં આવી રહ્યો છે પરંતુ ટોલ નાકે પ્રાથમિક સુવિધાના નામે મીંડુ છે સૌચાલય અને બાથરૂમની હાલત નર્કાગાર જેવી છે શુદ્ધ પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી ફ્રીજ પાસે પણ રોગચાળો ફેલાય તેવી ગંદકી ઓ છે તો આ અંગે તાકીદે યોગ્ય પગલા લેવા જરૂરી છે અન્યથા લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી ભરુડી ટોલનાકા ના જવાબદાર અધિકારીઓની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી