અબતક, જીતેન્દ્ર  આચાર્ય, ગોંડલ

કોરોના ના આ કાળ ને પણ આફત માંથી અવસર માં ફેરવનાર ઘણા બધા વિરલાઓ છે , અને એમાં પણ જ્યારે શિક્ષણ ની વાત આવે ત્યારે લગભગ બધા પેરેન્ટ્સ ને બાળકો ના મોબાઈલ અને ગેમ્સ ની ફરિયાદ રેહતી હતી.આવા સમયે ભગવદ્દભૂમિ ગોંડલ ની એક નાની ઢીંગલી એ ગણિત માં મહારથ મેળવવા નો સંકલ્પ કર્યો છે.

માત્ર 9 વર્ષ ની ધ્વનિ દીપેનભાઈ વેકરિયા એ મુશ્કેલ વિષય ગણાતા મેથેમેટિક્સ માં મહારથ મેળવવાનો સંકલ્પ કરી પાયા ના ગણિત માં સૌથી અઘરા કહી શકાય એવા ગુણાકાર, ભાગાકાર ઉપર સખ્ત મહેનત વડે ગજબ ની પકડ મેળવી લીધી અને માત્ર 90 સેક્ધડ માં 110 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોડ્સ ઓફ ઇન્ડિયા માં નાની ઉંમરે નામ નોંધાવવા માટે નો સફળતા પૂર્વક પ્રયત્ન કરેલ છે.આ રેકોર્ડ માટે ધ્વનિ છેલ્લા 6 મહિનાથી રોજ ની ચાર થી પાંચ કલાક ની તૈયારી કરતી હતી.

ધ્વનિ એ પોતાનો આ રેકોર્ડ  માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેઇનર રજનીશ રાજપરા અને ઈશાની ભટ્ટ ના સફળ માર્ગદર્શન હેઠળ , ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રેસિડેન્ટ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નાયબ મામલતદાર મનીષભાઈ જોશી અને દિવ્યેશ સાવલિયા ની પ્રેરક હાજરી માં કર્યો અને સફળતાપૂર્વક માત્ર 90 સેક્ધડ માં 110 ભાગાકાર ના દાખલા ગણી ને તેણે સાબિત કર્યું કે નાની ઉંમરે પણ મસમોટી સિદ્ધિ મેળવી શકાય છે.

આ પેહલા પણ ધ્વનિ એ 2019 માં કમબોડીયા ખાતે યોજાયેલ યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશન માં ચેમ્પિયન થઈ હતી.

ધ્વનિ ને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બાળકો માં અદભુત શક્તિઓ પડેલી જ હોય છે. જરૂર છે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપી ને ધીરજ પૂર્વક તૈયાર કરવાની. જો બાળક ને યોગ્ય વાતાવરણ આપવા માં આવે અને તેને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો કાઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ છે. તેના પિતા દીપેનભાઈ એ પણ આ માટે ખૂબ મહેનત કરેલ છે. ધ્વનિ નો આ રેકોર્ડ ફરી થી એક વખત ગોંડલ ને વિશ્વ કક્ષાએ મૂકી દેશે અને ભગવતભૂમિ ગોંડલ નું ગૌરવ વધારશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.