મમરાની ફેક્ટરીમાં મજુરી કામ સાથે જીમ જોઈન્ટ કરી ટ્રેનર તરીકે ફરજ શરૂ કરી હતી અને સૌરાષ્ટ્ર શ્રી 2021નુ ખિતાબ મેળવી ગોંડલ ગૌરવ અપાવ્યું
ગુજરાતીમાં કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” આ કહેવતને ગોંડલના ભગવતપરા માં રહેતા શ્રમિક યુવાન એ યથાર્થ કરી બતાવી છે મમરા ફેક્ટરીમાં મજુરી કામની સાથે સાથે જેમ જોઈન્ટ કરી તેમાં પાવરધા થઈ ટ્રેનર ની ફરજ સાથે સાથે ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શ્રી 2021 નો ખિતાબ મેળવી ગોંડલ નું ગૌરવ વધાર્યું છે
ગોંડલના ભગવતપરા સીદી સોસાયટીમાં રહેતા રજાકભાઈ રમજાનભાઈ મોરી ઉંમર વર્ષ 32 નામના યુવાને તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં 75 થી 80 કિલો ના વજન કેટેગરી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેનો પ્રથમ નંબર આવતા ગોંડલ નું ગૌરવ વધવા પામ્યું છે આ માટે આયોજકોએ હાથ, પગ, છાતી સહિતના અવયવોનું નિરીક્ષણ કરાયું હતું આ સ્પર્ધામાં કુલ 51 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધાનું આયોજન ડીસ્ટ્રીક બોડીબિલ્ડિંગ ફિટનેસ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યને સફળ બનાવવા અનુરાગ ચૌધરી, વિરલ પટેલ, જીમી ભુવા, વિરેન્દ્રસિંહ જાડેજા, મનોજ બોરીચા, પૂર્વેશ પટેલ, યશપાલ સિંહ ચુડાસમા, કિરીટ વ્યાસ તેમજ જતીન જેઠવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.ગોંડલના બોડી બિલ્ડર રજાકભાઈ મમરા ની ફેક્ટરી માં કામ કરતા કરતા શરીર પ્રત્યે પણ તકેદારી રાખતા હતા અને ગુંદાળા દરવાજા પાસે આવેલ જાનકી જીમ જોઈન્ટ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જેમાં તેઓ પાવરધા થઈ જતા જીમમાં જ ટ્રેનર તરીકે ફરજ બજાવવાની શરૂ કરી હતી આ માટે જીમના સંચાલક ડોક્ટર રોશન પટેલ સહિતના મિત્રોએ સાથે સહકાર આપ્યો હતો