માર્ચ એન્ડીંગની રજાઓ પૂર્ણ થતા નવા નાણાંકીય વર્ષનો પ્રારંભ
સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે માર્ચ એન્ડિંગ ની 8 દિવસ ની રજા પુરી થતા જ આજ થી તમામ પ્રકાર ની જણસીઓની આવકો અને હરરાજી શરૂ થવા પામી હતી આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે માર્ચ એન્ડિંગ ની રજાઓ પૂર્ણ થઈ છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે માર્કેટિંગ યાર્ડ શરૂ થતાની સાથે મબલક પ્રમાણમાં અલગ-અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે જેમાં 1 લાખ ગુણી ધાણાની આવક શરૂ થઇ છે 60 હજાર ભારી મરચાની આવક થઈ છે.
ગત 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થયું કે સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાનો ખેડૂત પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ગોંડલ જુનાગઢ, પોરબંદર તેમજ જામનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પોતાનો ખેત પાકો વેચવા માટે આવ્યા હોય આજથી ફરી હરરાજી શરૂ થઇ હતી ગત નાણાકીય વર્ષમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહુ મોટા પ્રમાણમાં ખેતી પાકોની આવક થઈ હતી અનેકવાર માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇનો પણ લાગી હતી
માર્કેટિંગયાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે યાર્ડ ખુલતાજ ધાણા ની એક લાખ ગુણી ની આવક નોંધાઈ હતી જેમાં હરરાજી માં 20 કિલો ના ધાણા ના ભાવ 1400 /- થી 1600 /- રૂપિયા અને ધાણી ના ભાવ 1400 /- થી 2100/- સુધી ના ખેડૂતો ને મળ્યા હતા. હાલ વરસાદી આગાહી ના પગલે ધાણા ની આવક બંધ કરવામાં આવી છે આગાહી પૂર્ણ થયા બાદ ધાણા ની 24 કલાક આવક શરૂ થશે
માર્કેટ યાર્ડ માં ગોંડલીયા મરચા તરીકે પ્રખ્યાત મરચાની 60 હજાર ભારી ની આવક જોવા મળી હતી જેમાં હરરાજી માં ગોંડલીયા મરચા ના 4000 /- થી લઈને 7100/- રૂપિયા સુધી ના અને રનિંગ મરચા ના ભાવ 4000/- થી 6000 /- સુધી ના બોલાયા હતા હાલ ધાણા સિવાય તમામ જણસી ની આવક 24 કલાક ચાલુ રાખવામાં આવી છે.