- મનને શુન્ય થવુંએ મૌન અને જેનું મન શુન્ય થાય તે મુનિ
- ગોંડલ સંપ્રદાયના પૂ.સંત – સતિજીઓ બીરાજમાન હશે ત્યાં ઉપકારી આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ના આત્માના ગુણોના સ્મરણ સાથે સમગ્ર દેશ – વિદેશના ભાવિકો પુણ્ય તિથિ તપ – ત્યાગ પૂવેક ઉજવશે
જૈન દશેનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમે પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધમે લાભ આપતા દ્રશ્યમાન થાય છે.
વિ.સં.1815 કારતક વદ 10 ના દિવબંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્ગજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધમેનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂણે કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે – પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં – તારયાણં અથોત્ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓએ ચરિતાથે કર્યું.
પૂ.ડુંગરસિંહજી મ.સા.કહેતા કે સાધુ બન્યા પછી સાધના જ કરવાની હોય.મન ને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ.પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વષે સુધી નિદ્ગાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય. *વિ.સં.1845 મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. ગોં.સં.ના સંસ્થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્ધી લક્ષે વિ.સં.1861 માં પૂ.સાધુ – સાધ્વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે આચાર્ય એટલે સ્વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે.
સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અંનુસાર તેઓ પોરબંદર, દીવબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન – બાન અને શાન વધારી.શરીર અટક્યુ ત્યારે 1871 ચૈત્ર સુદ 15 થી ગોંડલમાં શ્રાવકોની વિનંતીને સ્વીકારી સ્થિરવાસ સાથે આત્મ રમણતામાં લાગી ગયાં.
વૈશાખ સુદ પૂનમના ચત્તારી શરણં પવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ 84 વષેની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી 32 વષે આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા અને ગૌરવ વધારી સ્વ – પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.