વનસ્પતિ રસ આધારીત ખેતીથી ખેત ઉત્પાદન વધે છે, જેના કારણે ખેડૂતોની આવક પણ વધે છે, નિંદામણથી ભેગી થતી વનસ્પતિથી બેરલમાં રસ એકઠો કરી શકાય છે.
ગોંડલનાં કોર્ટ બિલ્ડિંગ પાસે નિવાસ સ્થાન ધરાવતા શિવલાલભાઈ પોપટભાઈ ભંડેરી છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ખેતી વનસ્પતિ નાં રસ દ્વારા કરી રહ્યા છે, વનસ્પતિના રસમાંથી ખેતી કેવી રીતે કરી શકાય તેની ખેડૂતો માટે માહિતી આપી રહ્યા છે.
વનસ્પતિના રસમાંથી થતી ખેતીને નિંદામણ કહેવામાં આવે છે, દરેક વનસ્પતિ છોળ, વેલા અને ઝાડ એના પાન ફળ ફૂલ આ બધા ને ટીપણા ની અંદર રાખી ને પલાળવામાં આવે તેને એંજાયીમ કહેવાય અને ટીપણાની અંદર નાનું ટીપણું નાખી એમાં કાણા પાડી અને એમાં વનસ્પતિ નાખીને પેક કરી દેવામાં આવે એટલે બાફને હિસાબે વનસ્પતિના સીધા રસ છુટા પડે એને સ્વરસ કહેવાય આ રસની અંદર પુષ્કળ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે અને તેમાં તમામ તત્વો હોય છે જે વનસ્પતિને જોઈએ છે અને એ જ ખેતરમાં આપીએ એટલે વનસ્પતિને જોઈતું ભાવતું ભોજન તૈયાર મળી જાય કારણ કે એ કોઈ વનસ્પતિના મૂળને દાંત હોતા નથી એટલે ઘન ખોરાક, ઘન કચરો, વનસ્પતિ ખાતી નથી માત્ર વનસ્પતિ રસને જ ગ્રહણ કરે છે એટલે વનસ્પતિના રસથી ખેતી કરવી આવશ્યક છે.
ધારાશાસ્ત્રીએ ખેતીમાં કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર કે પેસ્ટીસાઈડનો ક્યારેય ઉપયોગ કર્યો નથી કારણ કે એ બધા ઝેર છે અને એ કોઈ મનુષ્ય જાત કે તમામ પ્રાણીઓ માટેનો ખોરાક નથી અત્યારે નાની ઉંમરે બધાને કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક આવવાના કારણો એ છે કે જમીનની અંદર સખત પેસ્ટીસાઈડનો ઉપયોગ થાય છે અત્યારે ગાયને ભેંસને કપાસીયાનો ખોળ આપો તો કપાસિયાની અંદર કપાસિયા ઉભો હોય ત્યારે મોનોકોટોફોસ જેવી ઝેરીત દવાઓ છાંટવામાં આવે છે જે કપાસિયામાં જાય છે અત્યારે દુનિયાનું કોઈ પણ દુધાળું પશુ જેને કપાસિયાનો ખોળ આપ્યો હોય એવા પશુના દૂધની લેબોરેટરીમાં દવાઓની અસર આવેલ હોય છે એટલે દૂધ પહેલા પરફેક્ટ ખોરાક ગણાતો હતો હવે દૂધ પણ ઝેર સમાન થઈ ગયું છે.