રેલવે પોલીસ દ્વારા વાહનચાલક પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શહેર ના ગુંદાળા રોડ પર આવેલ રેલ્વેના ફાટક બંધ કરતી સમયે પુરઝડપે ઘસી આવેલા યુટીલિટી કાર ચાલકે ફાટક ને તોડી પાડ્યું હતું ટાવર વેગન – રીપેરીંગ કરવાની ઓએચી સ્પેશિયલ ટ્રેન 6 વાગ્યે રેલ્વે ટ્રેકપર થી નીકળવાની હતી તે સમયે ફાટક બંધ થતાં સમયે યુટીલિટી ચાલક સ્પીડ માં આવી ફાટક ને તોડી પાડ્યું હતું. યુટીલિટીના ચાલક ને ઓન ડ્યુટી ગેઇટ મેન જિતેન્દ્ર બેરવા અને રેલ્વે પોલીસ ના ઙજઈં અમોલ બોરકત, કોન્સ્ટેબલ ભરતભાઇ માલમ દ્વારા પકડી પડ્યો હતો યુટીલિટી ચાલક પાસે થી રેલ્વે સંપત્તિ ની નુકસાની દંડ ની કાર્યવાહી કરાઇ હતી.
હાલ ત્યાં એક્સ્ટ્રા ફાટક ખેંચી ને બંધ કરવામાં આવ્યું હતુ રેલ્વે ફાટક બંધ કરતા સમયે નિયમો એવા હોઈ છે કે ફાટક બંધ થતું હોઈ ત્યારે ફાટક નજીક એક સાઈરન મુકવામાં આવે છે એ સાઈરન ચાલુ થાય ત્યારે નજીક માં સ્પીડ બ્રેકર પાસે તમામ વાહન ચાલકો ને થોભી જવાનું રહે છે.પણ અહી સાયરન વાગતુ જ નથી.અને વારંવાર નિયમો નો ભંગ થતો રહે છે.ગુંદાળા ફાટક જ્યારે બંધ થાઇ છે
ત્યારે વાહન ચાલકો રોડ ની બન્ને સાઈડ સામે સામે વાહનો ઉભા રાખી દે છે ફાટક ખુલતી સમયે બન્ને સામ સામે વાહન ચાલકો આવી જાય છે.સ્થાનિક પોલીસ અહીં ફાટક બંધ સમયે હાજર રહે અને રોંગ સાઈડ માં ઉભા રહેતા વાહનો ને દંડ અને ડિટેઇન કરે તો ટ્રાફિક નો ઘણો પ્રશ્ન હલ થઈ શકે છે.