વોરા કોટડા ગામના ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે ગત રાત્રીના ગામના ઉપસરપંચ પર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડામાં ગત રાત્રીના ઉપસરપંચ ભાવેશભાઈ રસીકભાઇ વોરા દિપક પાન પાસે ઉભા હતા ત્યારે ધસી આવેલા અનીલભાઇ કાળુભાઈ ગોલતર, મયુરભાઈ બાબુભાઇ તથા ભરતભાઇ છગનભાઈ મકવાણા એ તું ગ્રામ પંચાયતમાં વ્યવસ્થિત કામ કેમ નથી કરતો તેવુ કહી જગડો કરી ગાળા ગાળી કરતા ભાવેશભાઈએ ગાળો બોલવાની ના કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ ધોકા વડે માર મારતા ભાવેશભાઈ ઇજાગ્રસ્ત પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થતા કોન્સ્ટેબલ ઇન્દુભા જાડેજાએ તપાસ હાથ ધરી છે