• બે ભાઈ સહિત સાત શખ્સો સામે મારામારી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાનો નોંધાતો ગુનો

ગોંડલ તાલુકાના વોરા કોટડાથી બાંદ્રા ગામના રસ્તા વચ્ચે બાઈક રાખી વાતો કરતા  લોકોને બાઈક સાઈડમાં રાખવા અપશબ્દો કહેતા થયેલી બોલાચાલીનો ખાર રાખી પાંચ અજાણ્યા સહિત સાત શખ્સોએ લાકડી પાઈપ અને ધારીયા વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસીટી અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપી દ્વારા તપાસનો  ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના  વોરા કોટડા ગામે રહેતા રતીલાલ રવજી ભાયા નામના યુવાન દેવચડી ગામના દિગુભા સજુભા ચુડાસમા અને હકુભા જુભા ચુડાસમા અને પાંચ અજાણ્યા શખ્સોએ મારમારી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રતીલાલ ભાષા અને મયુર ભરવાડ સહિત બંને વોરા કોટડાથી બાંદ્રા તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે ચાર ચોકડી પાસે બાઈક રસ્તા પર રાખી વાતો કરતા હતા ત્યારે છોટાહાથી લઈને  નિકળેલા ચાલકે બાઈક સાઈડમાં લેવા અપશબ્દો કહેતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં છોટાહાથીના ચાલકે મોબાઈલ કરીને અન્ય લોકોને બોલાવતા કાર હથીયારો સાથે ઘસી આવેલા પાંચ શખ્સો સહિત સાત શખ્સોએ રતીલાલ ભાષા અને મયુર ભરવાડ સહિત બંનેને લાકડી, પાઈપ અને ધારીયા વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાનું જણાવ્યું હતુ પોલીસે બે ભાઈ સહિત સાત શખ્સો સામે એટ્રોસીટી અને મારામારીની કલમ હેઠળ ગુનો  નોંધી વધુ તપાસ ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતના સ્ટાફે ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.