ગોંડલના ભોજપરા ગામે સ્વામિનારાયણ ગૌ-સેવા ચેરીટેબલ ટ્રષ્ટની કરોડોની કિંમતની ગૌશાળાની જમીનની બાબતે ટ્રસ્ટીઓ આમને-સામને આવ્યા.સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે ૯ કરોડમાં વેચવામાં આવી હતી જેની સામે ખરીદનારે માત્ર એક કરોડ રૂપિયા જ મંદિર ને આપ્યા હતા અને સંતોની ભોળવી ગૌશાળામાં ટ્રસ્ટી બની બેઠા હતા.ગોંડલ નાની બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રષ્ટની ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા પાસે આવેલ ગૌશાળાની કરોડો રૂપિયાની કિંમતી જમીનની બાબતે ટ્રસ્ટીઓ આમનેસામને આવતા અને ચેરિટી કમિશ્નર સમક્ષ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જેન્તીભાઈ રવજીભાઈ મોણપરા એ ચેરિટી કમિશ્નર સમક્ષ સુરતના મગનલાલ મનજીભાઈ સભાયા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું હતું કે ગોંડલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે આઠ કરોડ એસી લાખમાં મગનલાલ સભાયા ને વેચાણ કરવામાં આવી હતી અને તે જમીન પેટે માત્ર એક કરોડ રૂપિયા અપાયા હતા, બાકીની રકમ આપવામાં આવેલ ન હતી, ત્યારબાદ મગનલાલ સભાયા અને જદવભાઈ ચાવડા એ સંતોને ભોળવી ટ્રસ્ટી બની જઈ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી જમીનનું સાટાખત કરાવી નાખેલ છે, આ ઉપરાંત મગનલાલ સભાયા દ્વારા જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરની માલિકીની જમીન ન હોવા છતાં પણ ખોટું કરી મંદિર ને બદનામ કરે છે, તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી. અને આ સંપૂર્ણ મામલો ગુજરાત રેવન્યુ ટિવ્યુનલમાં પહોંચવામાં પામ્યો છે.
ગોંડલ નાની બજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ટ્રષ્ટિ મગનભાઈ સભાયા ને રૂ. 25 લાખ પરત કરી આપવામાં આવ્યા હતા ત્યારે ચોરડી ની જમીન નું સાટા ખત રદ કરવી મંદિર પાસેથી ત્રણ કરોડ કરેલ છે, ભોજપરા ગૌશાળા નું સાટા ખત 8 કરોડ 80 લાખમાં થયું હતું તેમાં 1કરોડ 10 લાખ અપાયા હતા. ઉરોકત તમામ કાર્યવાહીમાં ચેરિટી કમિશનર ની કોઈ પરવાનગી લેવામાં આવી નથી, સંત સ્વામી દ્વારા તા. 21-9-2016 ના ચેરિટી કમિશ્નર અમદાવાદે ટ્રષ્ટ સ્યુટ નંબર 1/15 દાખલ કરેલ હોય તેથી નવા કોઈ ટ્રષ્ટિ નીમી શકાય નહીં તેવી અરજી કરી હોવાનું જેન્તીભાઈ મોણપરા એ જણાવ્યું હતું.