અમરેલીમાં ચાર દિ’ પૂર્વે મોબાઈલ તફડાવ્યા: એલ.સી.બી.એ ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો
ગોંડલનાં ભગવત પરા સરકારી હોસ્પિટલ પાસેથીચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લઈ અમરેલીમાં ઇ-એફઆઇઆર અંતર્ગત નોંધાયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી રૂ.15 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી. ગોહીલ, ડી.જી. બડવા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્સ જ્વેન્દ્રસીંહ વાઘેલા , અનીલભાઇ ગુજરાતી, રૂપક બોહરા તથા પ્રહલાદસિંહ રાઠોડ મળેલ હકિકત આધારે ભગવતપરા સરકારી હોસ્પીટલ ચોક પાસેથી પરેશ ઉર્ફે પરીયો વીનુભાઇ સોલંકી ઉ.વ.21 રહે.ગોંડલ વાળા ને ચોરી કરેલ મોબાઇલ ફોન-4 કિ.રૂ. 15,000/- સાથે પકડી કાર્યવાહિ કરવામાં આવેલ હતી.
આરોપીએ રેડમી કંપની નો મોબાઇલ ફોન ઈંખઊઈં 8614900 59420860, 8614900 59420878 વાળો અમરેલી બસસ્ટેશન પાસેથી ચાર દિવસ પહેલા ભીડભાડ નો લાભ લઇ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.