ટોળા ઉમટ્યા: કોંગ્રેસી આગેવાને નશાની હાલતમા દબાણ હટાઓમા અડચણ ઉભી કરતા પોલીસ હવાલતમાં
નગર પાલીકા દ્વારા હાથ ધરાયેલા ડીમોલીશન દરમિયાન કડીયાલાઇન વિક્ટરી સિનેમા પાસે ખજૂર ગોળ ની દુકાન ચલાવતા વેપારી મહામંડળ ના ઉપપ્રમુખ જયકરભાઇ જીવરાજાની ની દુકાન નુ છાપરુ હટાવાતા જયકરભાઇ તથા ચિફ ઓફિસર વ્યાસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકો ના ટોળા ઉમટ્યા હતા અને વાતાવરણ તંગ થતા બંદોબસ્ત મા રહેલી પોલીસે જયકરભાઇ તથા તેના ભત્રીજા ને પોલીસ વાન મા બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા.થોડી કલાકો બાદ તેમનો છુટકારો કરાયો હતો.બીજી ઘટના મા કૈલાશબાગ રોડ પર દબાણ હટાવ કામગીરી ને અવરોધી અટકાવવા પ્રયાસ કરી રહેલા કોંગ્રેસ આગેવાન ભાવેશભાઈ ભાસા ની પોલીસે અટકાયત કરી લોકઅપ હવાલે કર્યા હતા
જયકરભાઇ એ દબાણ હટાવવા અંગે પાલીકા તંત્ર દ્વારા વ્હાલા દવલા ની નીતી રખાયા નો આક્ષેપ કરી જણાવ્યુ કે તંત્ર દ્વારા છાપરા ની કે પાટીયા ની તોડફોડ કરી વેપારીઓ ને હેરાન કરાઇ રહ્યા છે.છાપરા કે પાટીયા માટે વેપારીઓ પાસે થી નગર પાલીકા જરુરી ફી વસુલ કરતી હોવા છતા નડતર રુપ ના હોય ત્યા તોડફોડ કરી છે.તેમણે કહ્યુ કે શહેર ના સેન્ટ્રલ સીનેમા, બ્રાહ્મણ બોર્ડીંગ,ઉદ્યોગ ભારતી મા વરસો થી ફુટપાથ પર પાક્કુ ચણતર કરી દબાણ કરાયુ છે.
બસસ્ટેન્ડ અને ગુંદાળા રોડ પર ગેરકાયદેસર દુકાનો ખડકાઈ ગઈ છે.ત્યા સુધી કે બુગદા પર ચણતર કરી દુકાનો બનાવાઇ છે આ બધા બાંધકામો ગેરકાયદેસર ઉભા છે ત્યારે તંત્ર ને આ દબાણો નજરે પડતા નથી.મોટા માથા કે રાજકીય ઓથ ધરાવતા તત્વો એ શહેર ભર મા ગેરકાયદેસર બાંધકામ ઉભા કર્યા છે નાના વેપારીઓ ને વારંવાર નિશાન બનાવતા નગરપાલીકા તંત્ર દ્વારા આવા જગ જાહેર દબાણો દુર કરવા હિંમત દાખવવી જોઈએ.
જયકરભાઇ એ ડીમોલેશન વેળા પોતાની દુકાન માથી કિંમતી માલસામાન ની લુટાલુંટ થયા નો આક્ષેપ કરી આ અંગે ચિફ ઓફિસર સહિત જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યુ હતુ.
બીજી ઘટના મા કૈરલાશબાગ રોડ પર દબાણ હટાવવા ની કામગીરી ને અવરોધી રહેલા કોંગ્રેસ આગેવાન ભાવેશભાઈ ભાસા ની પોલીસે અટકાયત કરી ફરજ મા રુકાવટ તથા પ્રોહીબીશન એકટ હેઠળ લોકઅપ હવાલે કર્યા હતા.પીઆઇ.સાંગાડા ના જણાવ્યા મુજબ ભાવેશભાઈ ભાસા નશીલી હાલત મા દબાણ હટાવવા ની કામગીરી કરી રહેલા કમઁચારીઓ ની ફરજ મા રુકાવટ કરી રહ્યા હોય ચિફ ઓફિસર ની ફરીયાદ લઈ ગુન્હો દાખલ કરાયો છે.
દબાણ હટતા શાક માર્કેટ અને ફૂટપાથો ખુલ્લી થઈ
બે ત્રણ દિવસ દબાણો પર બુલડોઝર ફરી વળશે: 110 દબાણો દૂર
શાક માર્કેટ મા સાઇઠ જેટલા ગેરકાયદેસર ઓટલા તથા છાપરા અને રાજમાર્ગોપર અંદાજે 110 જેટલા દબાણો દુર કરાયા હતા.આજે પણ સવાર થીજ શહેર મા ફરી ડીમોલેશન હાથ ધરાયુ છે. નગર પાલીકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, સેનિટેશન વિભાગ ના કેતન મકવાણા,બીમલ જેઠવા,પ્રતિક કોટેચા,હરેશ બોરીસાગર સહિત સુપરવાઈઝરો ઉપરાંત મજુરો સહીત પાલીકા સ્ટાફ, ટ્રેક્ટર, જેસીબી સહીતસાધનો ઉપરાંતપોલીસ સ્ટાફના પીઆઇ શાંગાડા,ત્રણ પીએસઆઇ અને પોલીસ કાફલા સાથે સેન્ટ્રલ સીનેમા ચોક અને માંડવીચોક મા ડીમોલેશન શરુ કરી દુકાનો આગળ કરાયેલા પાકા ઓટલા,છાપરા સહિત ના દબાણો દુર કરાયા હતા.
ચિફ ઓફિસર અશ્વિનભાઇ વ્યાસે જણાવ્યુ કે ડીમોલેશન હજુ બે કે ત્રણ દિવસ ચાલશે.શહેરભર મા કરાયેલા દબાણો દુર કરાશે.તેમણે કહ્યુ કે ફરીવાર દબાણો ખડકાઈ ના જાય તે માટે તંત્ર સતત એલર્ટ રહેશે.વારંવાર દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે.ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ ના જણાવ્યા મુજબ ડીમોલેશન આગામી બે ત્રણ દિવસ ચાલુ રહેશે અને રાજમાર્ગોપર તથા ફુટપાથો ના દબાણો દુર કરાશે.