નાની-મોટી બજાર, જેલ ચોક, બસ સ્ટેન્ડ ચોક, ગુંદાળા દરવાજા સહિતના રાજમાર્ગો સુમસામ રહ્યા
શહેરમાં ગત શનિવારની રાત્રે પશુધનને કતલખાને લઇ જવાતા હોય તેણે ગૌ સેવક દ્વારા અટકાવવા જતાં બે જૂથ વચ્ચે સર્જાયેલી બબાલના પગલે પોલીસ દ્વારા બન્ને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ હિંદુ ઉત્સવ સમિતિ વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું હોય શહેર સ્વયંભુ બંધમાં જોડાયું હતું જ્યારે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા રાત્રિના મોડેમોડે યાર્ડ ચાલુ રહેવા ની જાહેરાત કરાઈ હોય પરંતુ યાર્ડના શ્રમિકો દ્વારા કામ હાથ ન ધરાતા સરકારી ખરીદી સિવાયની તમામ હરરાજી બંધ રહેવા પામી હતી.
શહેરની નાની-મોટી બજાર ગુંદાળા રોડ બસ સ્ટેન્ડ રોડ વિક્રમસિંહ કોમ્પ્લેક્સ કૈલાશ કોમ્પલેક્ષ જેલચોક માંડવી ચોક સહિતની બજારો સ્વયંભૂ બંધ રહી હતી અલબત્ત પોલીસ તંત્ર દ્વારા જ ગતરાત્રીના જ શહેરમાં ધાડેધાડા ઉતારી આપવામાં આવ્યા હતા રાત્રીનાં ગૌરક્ષક ગોપાલભાઈ ટોળીયા, યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપને વિજયભાઈ જાદવ પૃથ્વીભાઈ જોશી સહિતનાઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી.
ગોંડલમાં ગત શનિવારે રાત્રે પશુધનને કતલખાને લઈ જવાતા હોય તેને ગૌસેવકો દ્વારા અટકાવવા જતા બે જૂથ વચ્ચે સર્જાયેલ બબાલના પગલે પોલીસ દ્વારા બંને જૂથ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ હિન્દૂ ઉત્સવ સમિતી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા આજે અપાયેલા ગોંડલ બંધના એલાનને સજ્જડ સમર્થન મળ્યું હતું. માર્કેટીંગ યાર્ડ પણ બંધમાં જોડાયુ હતું.
શનિવારની રાત્રે બે જૂથ વચ્ચે તકરાર સર્જાયા બાદ પીએસઆઇ બી એલ ઝાલા એ ફરીયાદી બની બે અજાણ્યા ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિત ૧૪૭, ૧૪૬, ૩૩૭, ૪૨૭, ૨૭૯, ૧૮૮ જીપી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી સોયબ અલાણભાઇ ખીરાણી રહે.ગોંડલ ઘોઘાવદર રોડ સરગમપાર્ક , ગુલામ મુસ્તુફા ઉર્ફે શાહરૂખ અનવરભાઇ બાંજા રહે. ભગવતપરા બરકાતીપરાના ખાડામાં, નાશીરભાઇ ડાડાભાઇ ખીરાણી ઉ.વ.૨૮ પાંજરાપોળ મતવાના ઢોરે, સીકંદરભાઇ ઉર્ફે સકલો શાબીરભાઇ પંજા ઉ.વ.૨૩ ઘોઘાવદર રોડ વાલ્મીકી વાસ, શાહરૂખભાઇ સલીમભાઇ મુળીમા ઉ.વ.૨૦, ભગવતપરા ગેઇટવાળી શેરીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજી તરફ પોલીસ પ્રશાસન દ્વારા ગૌસેવકો ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી હિન્દૂ ઉત્સવ સમિતી, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહીતનાં સંગઠનો તથાં વેપારી મંડળોએ સમર્થન જાહેર કરી આજે ગોંડલ બંધનું એલાન આપવમાં આવ્યું છે. જેની સામે નાયબ પોલીસ અધિકક્ષ પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે પોલીસ નિષ્પક્ષ તટસ્થ તપાસ કરી રહી છે. તેમ છતાં બંધનું એલાન અપાયું છે. ગોંડલ બંધના એલાનના પગલે શહેરભરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.