સીસીટીવી ફૂટેજના આધારે શકમંદોની અટકાયત કરી નશો ઉતાર્યો: દરગાહ, મંદિર, બે દુકાન અને મકાનમાં હાથ ફેરો કર્યો: ઝાડ પરથી તસ્કર પટકાતા ઘાયલ
ગોંડલ માં તસ્કરોએ પોલીસ ને જાણે પડકાર ફેંક્યો હોય તેમ ગત રાત્રે દરગાહ, મંદિર અને બે દુકાન મળી પાંચ જગ્યાએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો.પોલીસ ની નાઇટ ડ્યુટી ની ઐસીતૈસી કરી તસ્કરોએ ચોરી ને અંજામ આપ્યો હતો. ગણતરીના કલાકોમાં શકમંદોની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેર ના મધ્ય માં આવેલા માંડવીચોક મા ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા ની તુલશી પાન નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી પાછળ ના ભાગ નુ શટર ઉચકાવી દુકાન મા પ્રવેશ કરી ડબ્બા માં રાખેલાઅન્નક્ષેત્ર તથા ગૌશાળા ના દાન ના પૈસા રુ.અઢીલાખ ની ચોરી કરી હતી. આશ્ચર્ય તો એ વાત નુ કે ગોપાલભાઈ ટોળીયા ની દુકાન સામે થોડા અંતરે માંડવીચોક પોલીસ ચોકી આવી છે. ત્યારે તસ્કરોએ પોલીસ નો કોઈ પણ ડર રાખ્યા વગર ચોરી ને અંજામ આપ્યો હતો.અલબત માંડવીચોક પોલીસ ચોકી મા રાત્રી ના કોઈ પોલીસ હોતા નથી.તસ્કરો આ વાત જાણતા હોવા જોઈએ.
તસ્કરોએ બાદ મા અડીને આવેલી શાક માર્કેટ ના મેલડી માતા નાં મંદિર માથી દાન પેટી તોડી પૈસા ની ચોરી કરી હતી.માંડવીચોક મા આવેલી શાક માર્કેટ મુખ્ય માર્કેટ ગણાય છે.પરંતુ અહી સીસીટીવી કેમેરા ફીટ કરવાની દરકાર નગરપાલીકા એ કરી નથી.
તસ્કરોએ ત્રીજી ચોરી સંઘાણી શેરી મા આવેલી બારૈયા મોબાઇલ નામ ની મોબાઇલ રીપેરીંગ ની દુકાન ના તાળા તોડી રુ.પચ્ચીસ હજાર ની કિંમત ના પાંચ મોબાઇલ ની કરી હતી.દુકાન ના માલીક કૈલાશબાગ માં રહેતા મહેન્દ્રભાઈ બારૈયા એ સવારે દુકાને આવતા તાળા તુટેલા જોઈ પોલીસ ને જાણ કરી હતી.
તસ્કરોએ ગોંડલ ને ઘમરોળવા નુ મન કર્યુ હોય તેમ બાદ મા પાંજરાપોળ પુલ પાસે આવેલી મલંકશાપીર ની દરગાહ ની દાન પેટી તોડી ચોરી કરી હતી.
આ દરગાહ ના વૃક્ષ પર ચડી બાજુ મા આવેલા મકાન મા પ્રવેશવા તસ્કરોએ કોશીષ કરી હતી.પરંતુ વૃક્ષ ની ડાળી તુટી પડતા તસ્કરો જમીન પર ખાબકયા હોવાનુ સૂત્રોએ જણાવ્યુ હતુ.અન્ય ચોરી દેવપરા માં આવેલી દરગાહ માં થવા પામી છે.અહી પણ દાનપેટી તોડી ચોરી કરાઇ છે.
આ ઘટના મા ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા,વિશાલભાઈ પટ્ટણી, પ્રતિક ચૌહાણે પોલીસ ને સીસીટીવી ફુટેજ બતાવી વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર મા રહેતા શકમંદ અંગે જણાવતા ડી’સ્ટાફ ના જયસુખભાઇ તથા વિપુલભાઈ ગુજરાતી આવાસ ક્વાર્ટર મા ધસી જઇ શકમંદ ને દબોચી પુછપરછ હાથ ધરી છે.ગત રાત્રી ના ચોરીની ઘટનાઓ મા આ શખ્સ હોવાનું મનાઇ રહ્યુ છે.